miss india 2019 winner is suman rao personal photos
  • Home
  • Photo Gallery
  • 2019ની મિસ ઈન્ડિયા સુમન રાવનાં કેટલાક પર્સનલ PHOTOS, નાનપણથી જ છે ક્યુટ!

2019ની મિસ ઈન્ડિયા સુમન રાવનાં કેટલાક પર્સનલ PHOTOS, નાનપણથી જ છે ક્યુટ!

 | 12:46 pm IST

ફેમિના મિસ ઇન્ડિયા 2019નો તાજ રાજસ્થાનની સુમન રાવે જીતી લીધો છે. મુંબઇના સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમમાં આયોજીત મિસ ઇન્ડિયા કોમ્પિટિશનમાં એક્ટ્રેસ હુમા કુરૈશી, ચિત્રાગંદા સિંહ, રેમો ડિસૂજા, વિક્કી કૌશલ અને આયુષ શર્મા, મિસ વર્લ્ડ 2018 વેનેસા પોંસે, શહાને પિકૉક, મુકેશ છાબરા હાજર રહ્યા. સુમન રાવને મિસ ઇન્ડિયા 2018ની વિનર અનુકૃતિ દાસે તાજ પહેરાવ્યો.

સુમને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કર્યો છે. સુમનનું કહેવું છે કે તેઓ જીવનમાં એ વસ્તુઓ કરવાની પણ હિંમત ધરાવે છે જેને લોકો અનિશ્ચિત માને છે. સુમન જીવનમાં સૌથી વધુ પ્રભાવિત પોતાના માતા-પિતાથી છે. મિસ ઇન્ડિયા 2019નો ખિતાબ જીતનાર સુમન કહે છે કે આ તેના માટે સૌથી મોટી ઉપલબ્ધિ છે. શું તમે એ વાત જાણો છે કે 2019ની મિસ ઇન્ડિયા સુમન 2018ની સાલમાં પહેલી રનર અપ રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન