ભરૂચઃ આઠ દિવસથી ગુમ અંદાડા ગામના સરપંચની મળી દટાયેલી લાશ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ભરૂચઃ આઠ દિવસથી ગુમ અંદાડા ગામના સરપંચની મળી દટાયેલી લાશ

ભરૂચઃ આઠ દિવસથી ગુમ અંદાડા ગામના સરપંચની મળી દટાયેલી લાશ

 | 6:28 pm IST

ભરૂચ જિલ્લાના અંદાડા ગામના સરપંચની ગમ થયાના 8 દિવસ બાદ દટાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ કેસમાં પોલીસે હત્યાનું કૃત્ય આચરનાર ચાર ઈસમોની ધરપકડ કરી છે.

અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના સરપંચ સતિષ વસાવા આઠ દિવસથી રહસ્યમય સંજોગોમાં ગમ થયા હતા. જે 8 દિવસ બાદ તેનો મૃતદેહ જમીનમાં દટાયેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે આ અંગે તપાસ હાથ ધરતા સરપંચની હત્યા ગ્રામ પંચાયતના જ એક સભ્યની દોરવણીથી કરવામાં આવી હોવનું બહાર આવ્યું હતું. ગ્રામ પંચાયતના સભ્ય કૃણાલ પરમારને સરપંચ સતિષ વસાવા ખીલીરૂપ નડતો હતો જેથી તેને તેની હત્યાનું કાવતરું ગોઠવ્યું હતું. અને તેનાજ નજીક રહેતા બે ઇસમોનો સંપર્ક કરી સતિષ વસાવાને અવાવરી જગ્યાએ લઇ આવવા માટે યોજના કરી હતી.

સુત્રો પાસેના જણાવ્યા પ્રમાણે પ્લાન મુજબ નરvlcsnap-3675-11-29-06h52m37s572પત વાળા નામનો સતીષનો મિત્ર તેને મંદિરે જવાનું જણાવી લઇ ગયો હતો. અને તેઓ ખોડિયાર માતાના મંદિરે દર્શન કરી રહયા હતા ત્યરે અગાઉ ત્યાં છૂપાયેલા અનિલ વસાવા અને નિલેશ વસાવાએ પાછળથી હુમલો કાર્યો હતો અને માથાના ભાગે લોખંડનો પાઇપ મારી મોતને ઘાટ ઉતારી તેના મૃતદેહને જમીનમાં દાટી દીધો હતો. આ હત્યાનું કાવતરૂં રચનાર કૃણાલ પરમાર, નરપત વાળા તથા હત્યામાં સંડોવાયેલ અનિલ વસાવા તેમજ નિલેશ વસાવાની પોલીસે ધરપકડ કરી તેઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.