Missing From JeM Chief Army Custody this Week will evaluate the steps taken Against FATF Meeting
  • Home
  • Featured
  • પાકિસ્તાને કાઢ્યુ નવુ ગતકડું, પુલવામા હુમલાના માસ્ટરમાઈન્ડને રાતોરાત જ ગુમ કરી દીધો

પાકિસ્તાને કાઢ્યુ નવુ ગતકડું, પુલવામા હુમલાના માસ્ટરમાઈન્ડને રાતોરાત જ ગુમ કરી દીધો

 | 11:43 pm IST

પાકિસ્તાન થોડા સમયથી FATFની બેઠક પહેલા બરાબરનું ફફડી ઉઠ્યું છે. હજી થોડા દિવસ પહેલા જ આતંકી હાફીઝ સઈદને 11 વર્ષની જેલની સજા ફટકાર્યા બાદ હવે મસૂદ અઝહરને પણ રાતોરાત ગુમ કરી દીધો છે.

ટેરટ ફંન્ડિગ અને મની લોન્ડરીંગને લગતી પ્રવૃત્તિઓ પર ચાપતી નજર રાખતી ફાયનાન્સિયલ ટાક્સ ફોર્સની બેઠક યોજાય તે અગાઉ પ્રતિબંધિત આતંદવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો સરગના મસૂદ અઝહર પાકિસ્તાન લશ્કરની કેદમાંથી ગુમ થઈ ગયો છે. FATFની ગત રવિવારે પેરિસમાં બેઠક શરૂ થઈ છે. IMF, સંયુક્ત રાષ્ટ્ર (UN),વિશ્વ બેન્ક અને અન્ય સંગઠનો સહિત 205 દેશના 800 પ્રતિનિધિ તેમા ભાગ લઈ રહ્યા છે. એક અહેવાલ પ્રમાણે ભારત આ બેઠકમાં પાકિસ્તાન પર મસૂદ અઝહર સામે કાર્યવાહી કરવા દબાણ કરશે.

પાકિસ્તાનના મુત્તાહિદા કોમી મૂવમેન્ટ (MQM)પાર્ટીના પ્રમુખ અલ્તાફ હુસૈને FATFની બેઠક અગાઉ સૂદ અઝહર ગુમ થવા અંગે ચિંતા દર્શાવી છે અને પાકિસ્તાન દ્વારા ભરવામાં આવી રહેલા પગલા અંગે શંકા દર્શાવી છે.

વિસ્ફોટમાં મસૂદ અઝહર ઈજા પામ્યો હતો

મસૂદ અઝહર અને તેનો પરિવાર શંકાસ્પદ રીતે પાકિસ્તાનની કસ્ટડીમાંથી ગુમ થઈ ગયો છે. અઝહરને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. તે પુલવામા હુમલાનો માસ્ટર માઈન્ડ હતો. ગયા વર્ષે જૂનમાં રાવલપિંડીમાં થયેલા બોંબ વિસ્ફોટમાં મસૂદ ઈજાગ્રસ્ત થયો હતો. તે આર્મી હોસ્પિટલમાં કિડનીને લગતા ઈલાજ માટે દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની કોઈ જ માહિતી સામે આવી ન હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન