સોનિયા ગાંધીની ડિનર પાર્ટીમાં આ નેતાએ ડોકિયું ના કર્યું, વિપક્ષી પાર્ટી એક થવાની કોશિષ - Sandesh
  • Home
  • India
  • સોનિયા ગાંધીની ડિનર પાર્ટીમાં આ નેતાએ ડોકિયું ના કર્યું, વિપક્ષી પાર્ટી એક થવાની કોશિષ

સોનિયા ગાંધીની ડિનર પાર્ટીમાં આ નેતાએ ડોકિયું ના કર્યું, વિપક્ષી પાર્ટી એક થવાની કોશિષ

 | 8:40 am IST

સોનિયા ગાંધીએ 2019ની સામાન્ય ચૂંટણી પહેલાં ભાજપાની વિરૂદ્ધ વ્યાપક મોરચો બનાવાની વચ્ચે બુધવારના રોજ ડિનરપાર્ટીનું આયોજન કર્યું હતું. તેમાં 20 વિપક્ષી દળોના નેતા પહોંચ્યા હતા. જ્યારે ચર્ચા હતી તે પ્રમામે જ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી હાજર રહ્યાં નહોતા.

સોનિયા ગાંધીના ઘરે વિપક્ષી દળોના ડિનરમાં સીપીઆઈ-એમ, સીપીઆઈ, તૃણમૂલ કૉંગ્રેસ, સપા, બસપા, જદ-એસ, આરજેડી અને કૉંગ્રેસ સહિત 20 વિપક્ષી દળોના નેતાઓએ ભાગ લીધો. આ ડિનરમાં એનસીપીના શરદ પવાર, સપાના રામગોપાલ યાદવ, બસપાના સતીશચંદ્ર મિશ્ર, રાજદના મીસા ભારતી અને તેજસ્વી યાદવ, માકપાથી મોહમ્મદ સલીમ, દ્રમુકથી કનિમોઝી, અને શરદ યાદવ વગેરેએ ભાગ લીધો.

કૉંગ્રેસ સૂત્રોના મતે આંધ્રપ્રદેશની સત્તારૂઢ તેલુગુ દેશમ પાર્ટી (તેદેપા), બીજદ અને ટીઆરએસના નેતાઓને આમંત્રણ મળ્યું નહોતું. તેદેપાએ તાજેતરમાં જ પોતાના મંત્રીઓને નરેન્દ્ર મોદી સરકારમાંથી હટાવી લીધા છે પરંતુ તેઓ રાજગનું ઘટક બનેલા છે. બીજદ અને ટીઆરએસનું ક્રમશ: ઓરિસ્સા અને તેલંગાણામાં શાસન છે. કહેવાય છે કે આ ડિનર બાદ આગામી લોકસભા ચૂંટણીમાં વિપક્ષી દળોની એકતાને બળ મળી શકે છે. યુપીએ અધ્યક્ષા પહેલાં જ સામાન્ય ચૂંટણીને લઇ વિપક્ષી દળો સાથે મતભેદને ભૂલી સાથે આવવાની અપીલ કરી ચૂકયા છે.

20 પાર્ટીઓના નેતા ડિનરમાં થયા સામેલ
1. રામગોપાલ યાદવ, સમાજવાદી પાર્ટી
2. બદરૂદ્દીન અઝમલ, આઇએયૂડીએફ
3. શરદ પવાર, એનસીપી
4. ઉમર અબ્દુલ્લા, જમ્મુ-કાશ્મીર પૂર્વ મુખ્યમંત્રી
5. તેજસ્વી યાદવ અને મીસા ભારતી, આરજેડી
6. હેમંત સોરેન, જેએમએમ
7. અજીત સિંહ અને જયંત સિંહ, આરએલડી
8. ડી.રાજા, સીપીઆઈ
9. મોહમ્મદ સલીમ, સીપીઆઈએમ
10. કનિમોઝી, ડીએમકે
11 ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ
12. સતીશ ચંદ્ર મિશ્રા, બસપા
13. કેરલ કૉંગ્રેસ પાર્ટી
14. બાબુલાલ મરાંડી, ઝારખંડ મુક્તિ મોર્ચા
15. રામચંદ્રન- આએસપી
16. શરદ યાદવ, હિન્દુસ્તાન ટ્રાઇબલ પાર્ટી
17. સુદીપ બંધોપાધ્યાય, તૃણમૂલ કૉંગ્રેસ
18. જીતનરામ માંઝી, હિન્દુસ્તાન આવામ મોર્ચા
19. કુપેન્દ્ર રેડ્ડી, જેડી-એસ
20. કૉંગ્રેસ

કૉંગ્રેસમાંથી સોનિયા ગાંધી સિવાય અધ્યક્ષ રાહુલ ગાંધી, ડૉ.મનમોહન સિંહ, ગુલામ નબી આઝાદ, મલ્લિકાર્જુન ખડગે, અહેમદ પટેલ, એકે અંટોની, અને રણદીપ સિંહ સુરજેવાલા આ ડિનરમાં સામેલ થયા.

સોનિયા ગાંધીના આ ડિનરને લોકસભા ચૂંટણીમાં એનડીએની વિરૂદ્ધ એક મજબૂત મોર્ચો ઉભો કરવાની કોશિષ તરીકે જોઇ રહ્યાં છે. 2004ની ચૂંટણીમાં કૉંગ્રેસે સહયોગી દળોને મળીને એક યુપીએ બનાવ્યું હતું અને રાજ્યોમાં ભાગીદારી કરીને ભાજપના નેતૃત્વવાળું ગઠબંધન એનડીએને હરાવ્યું હતું.