Mitchell Starcs wife alyssa healy reacts to his dismissal in IndiavsAustralia
  • Home
  • Sports
  • Cricket
  • ભારત સામે આઉટ થતા કાંગારું ટીમના આ ખેલાડીની પત્ની ભડકી! પતિને જ લઈ લીધો આડે હાથ

ભારત સામે આઉટ થતા કાંગારું ટીમના આ ખેલાડીની પત્ની ભડકી! પતિને જ લઈ લીધો આડે હાથ

 | 6:58 pm IST

ગઈકાલે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમને ત્રણ મેચોની વન ડે સિરીઝમાં ટીમ ઇન્ડિયાથી હારનો સામનો કરવો પડ્યો. વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમે આ સિરીઝ 2-1થી પોતાના નામે કરી. ત્રીજા અને શ્રેણીના અંતિમ મેચમાં પહેલા બેટિંગ કરવા મેદાન પર ઉતરી ઓસ્ટ્રેલિયાની ટીમે 9 વિકેટ ગુમાવી 286 રન બનાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયાની ઇનિંગ દરમિયાન ખાસ વાત એ રહી કે કેપ્ટન એરોન ફિંચ દ્વારા ચોંકાવનારો નિર્ણય લેતા ઝડપી બોલર મિચેલ સ્ટાર્કને પાંચમાં નંબરે બેટિંગ કરવા મોકવામાં આવ્યો હતો. પરંતુ મિચેલ સ્ટાર્ક કોઈ ખાસ કમાલ ન કરી શક્યો અને ખાતું ખોલ્યા વગર આઉટ થયો હતો. પોતાના પતિનું આવું પ્રદર્શન જોઈ મિચેલ સ્ટાર્કની પત્ની એલિસા હીલી(Alyssa Healy) એ સોશિયલ મીડિયા પર દિલચસ્પ પ્રતિક્રિયા આપી.

આપને જણાવી દઈએ કે એલિસા પોતે પણ ક્રિકેટ રમે છે અને ઓસ્ટ્રેલિયાઈ મહિલા ટીમની ખેલાડી છે. એલિસાએ 0 પર આઉટ થતા પતિ મિચેલ સ્ટાર્કને સોશિયલ મીડિયા પર જબરદસ્ત રીતે ટ્રોલ કર્યો છે. એલિસાએ તેના ટ્વિટર એકાઉન્ટ પર મિચેલ સ્ટાર્કના ઝીરો પર આઉટ થયા બાદ માથું પછાડવા વાળુ ઇમોજી પોસ્ટ કર્યું. મિચેલ સ્ટાર્ક આ મેચમાં રવિન્દ્ર જાડેજાની બોલ પર યુઝવેન્દ્ર ચહલના હાથે કેચ થતા કોઈ પણ રન બનાવ્યા વગર આઉટ થયો હતો.

આ વીડિયો પણ જુઓ: દેશભરમાં ભાજપનું કમળ ખીલવીશું – જે.પી. નડ્ડા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન