મિથુન ચક્રવર્તીની તબિયલ લથડી, દિલ્હીમાં ચાલી રહી છે સારવાર - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • મિથુન ચક્રવર્તીની તબિયલ લથડી, દિલ્હીમાં ચાલી રહી છે સારવાર

મિથુન ચક્રવર્તીની તબિયલ લથડી, દિલ્હીમાં ચાલી રહી છે સારવાર

 | 11:04 am IST

મિથુન ચક્રવર્તીની તબિયત ગત કેટલાક સમયથી ખરાબ ચાલી રહી છે. પીઠના દુખાવાની ફરિયાદથી તેઓ લગભગ 1 વર્ષ સુધી લાઇમલાઇટથી દૂર હતાં. સારવાર કરાવ્યા બાદ તેઓ કામ પર પરત ફર્યા હતાં, પરંતુ તેમનો દુખાવો વધુ એક વખત ઉભો થયો છે. હાલમાં તેઓ દિલ્હીમાં પોતાની સારવાર કરાવી રહ્યા છે.

મિથુન એક વર્ષ સુધી તેમના ઉટીવાળા ઘરમાં હતાં. ત્યાં તેઓ કામથી દૂર પોતાની બિમારીથી ઉભરી રહ્યા હતાં. તેઓ સારવાર માટે લૉસ એન્જલસ ગયા હતાં. ઠીક થયા બાદ તેઓ મુંબઇ આવી ગયા હતાં અને ટીવી શોમાં આવવા લાગ્યા હતાં પરંતુ હવે લાગી રહ્યું છે કે, તેમને ઠીક થવામાં હજૂ પણ સમય લાગશે.

તમને જણાવી દઇએ કે, ખરાબ તબિયતનાં કારણે મિથુને રાજ્યસભાથી પણ રાજીનામું આપી દીધુ હતું. વર્ષ 2009માં શૂટિંગ દરમિયાન મિથુન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ ગયા હતાં.

ખબરોનું માનીએ તો. રામ ગોપાલ વર્માની ફિલ્મમાં મિથુન મહત્લપૂર્ણ ભૂમિકામાં નજર આવી શકે છે. આ સિવાય વિવેક અગ્નિહોત્રીની ધ તાશકંધ ફાઇલ્સનો ભાગ છે. જેમા તેમની સાથે નસીરૂદ્દીન શાહ પણ છે. આ એક પીરિયડ-થ્રિલર ફિલ્મ છે, જે ભારતીય વડાપ્રધાન લાલ બહાદૂર શાસ્ત્રીની મોત પર આધારિત છે.