Mithun Chakraborty's Daughter Dishani Popular on Social Media
  • Home
  • Featured
  • Photos: મિથુન ચક્રવર્તીની દત્તક દીકરી હવે સોશિયલ મીડિયા પર લગાવે છે આગ

Photos: મિથુન ચક્રવર્તીની દત્તક દીકરી હવે સોશિયલ મીડિયા પર લગાવે છે આગ

 | 9:48 pm IST

બોલિવૂડના પહેલા ‘ડિસ્કો ડાન્સર’ અને દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 4 દાયકાથી પણ વધુ સમય થયો છે. તેઓ તેમનો 69મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. બોલિવૂડને તેમને કેટલીક યાદગાર ફિલ્મો આપી છે. મિથુન ચક્રવર્તીને એક દીકરો મિમોહ ચક્રવર્તી અને એક દીકરી દિશાની ચક્રવર્તી છે. મીડિયા રિપોર્ટ મુજબ દિશાનીને મિથુન ચક્રવર્તીએ દત્તક લીધી છે.

દિશાની ચક્રવર્તીને દત્તક લેવાની કહાની પણ ઘણી ભાવુક છે. મિથુનને દિશાની એક કચરાના ઢગલામાં મળી હતી. બાળકીને એનજીઓએ બચાવી અને તેની પાસે સુરક્ષિત રાખી. તે સમય તેની તબિયત ખૂબ જ ખરાબ હતી. જ્યારે મિથુનને આ વિશે જાણ થઈ તો તેઓ તરત જ એ બાળકીને મળવા પહોંચ્યા અને ઘર લઈ આવ્યા. ત્યાર બાદ મિથુને બાળકીને દત્તક લીધી. હવે દિશાની મોટી થઈ ગઈ છે અને ઘણી સુંદર પણ દેખાય છે. તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે સતત તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે શેર કરે છે. રિપોર્ટ મુજબ દિશાનીએ ન્યુ યોર્ક ફિલ્મ એકડમીથી એક્ટિંગનો કોર્સ પણ કર્યો છે. તેથી તે જલ્દી બોલિવૂડમાં એન્ટ્રી કરે એવી પ્રબળ શક્યતાઓ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન