મિથુન ચક્રવર્તીના પુત્ર મહાઅક્ષય પર બળાત્કારનો આરોપ, કોર્ટે આપ્યા FIRના આદેશ - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • મિથુન ચક્રવર્તીના પુત્ર મહાઅક્ષય પર બળાત્કારનો આરોપ, કોર્ટે આપ્યા FIRના આદેશ

મિથુન ચક્રવર્તીના પુત્ર મહાઅક્ષય પર બળાત્કારનો આરોપ, કોર્ટે આપ્યા FIRના આદેશ

 | 9:28 pm IST

પોતાના સમયના બોલિવૂડ સ્ટાર મિથુન ચક્રવર્તીની પત્ની યોગિતા બાલી અને તેમના પુત્ર મહાઅક્ષય વિરૂદ્ધ યૌન ઉત્પીડનનો આરોપ લાગ્યો છે. દિલ્હીની રોહિણી કોર્ટમાં પોલીસે યોગીતા બાલી અને મહાઅક્ષય વિરૂદ્ધ યૌન ઉત્પીડન, ધોખાધડ઼ી અને સહેમતી વિના ગર્ભપાત કરાવાના આરોપમાં રિપોર્ટ નોંધવા માટે આદેશ આપ્યો છે. રોહિણી કોર્ટે મહાઅક્ષય ચક્રવર્તી વિરૂદ્ધ રેપના આરોપમાં બેગમપુરા પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધવાનો આદેશ આપ્યો છે.

તમને જણાવી દઇએ કે, મિથુન ચક્રવર્તીના પુત્ર મહાઅક્ષય એટલે કે મિમોહ ચક્રવર્તી અને મદાલસા શર્માનો સંબંધ પણ નક્કી થઇ ગયો છે. ચર્ચા એવી પણ હતી કે, આ મહિને લગ્નનાં બંધનમાં બંધાવાના છે. મદાલસા શર્મા બોલિવૂડની પ્રખ્યાત એક્ટ્રેસ શીલા શર્મા અને ડાયરેક્ટર સુભાષ શર્માની દીકરી છે. મદાલસા શર્મા ગણેશ આચાર્યનાં નિર્દેશનમાં બનેલ ફિલ્મ ‘એંજેલ’માં કામ કરી ચૂકી છે.

પરંતુ અચાનક જ મહાઅક્ષય અને તેની માતા યોગિતા બાલી વિરૂદ્ધ આ પ્રકારનો આરોપ લાગવાથી ફિલ્મી દુનિયામાં ગલચલ મચી ગઇ છે. ભોજપુરી ફિલ્મોમાં કામ કરનારી એક અભિનેત્રી આરોપ લગાવ્યો હતો કે મિથુનના પુત્ર મહાઅક્ષયે તેની સાથે એપ્રિલ 2015માં શારીરિક સંબંધ બાંધ્યા હતા, જ્યારે તે કામ માટે તેના ઘરે મળવા ગઈ હતી. ત્યારબાદ મહાઅક્ષય અને પીડિતા સંપર્કમાં હતા અને આ દરિયાન પીડિતા ગર્ભવતી બની તો મહાઅક્ષયે તેને ગર્ભપાતની ગોળીઓ આપી અને એમ કહીને ગર્ભપાત કરાવ્યો કે તેનાથી કરીયર પર અસર પડશે. પરંતુ લગ્નના વાયદાઓ આપવામાં આવી રહ્યા હતા.

આ દરમિયાન મહાઅક્ષયની માતા અને મિથુનની પત્ની યોગીતા બાલીએ પીડિતાને ઘણી વખત ફોન કરી ધમકાવતા કહ્યું તે જાણતી નથી તેનો રૂતબો શું છે? પીડિતાએ પોતાની ફરીયાદની સાથે ફોન પર થયેલી વાતચીતના અંશ અને બંને વચ્ચે થયેલા મેસેજ કોર્ટમાં રજૂ કર્યા, ત્યારબાદ કોર્ટે પોલીસને આદેશ આપ્યા કે આ મામલે ફરીયાદ દાખલ કરી તપાસ કરવામાં આવે.