Mithun Chakraborty's son Mimoh in trouble before his marriage
  • Home
  • Entertainment
  • મિથુન ચક્રવર્તીના દીકરાના લગ્ન પડ્યા સંકટમાં, થઈ શકે છે ધરપકડ

મિથુન ચક્રવર્તીના દીકરાના લગ્ન પડ્યા સંકટમાં, થઈ શકે છે ધરપકડ

 | 1:09 pm IST

મિથુન ચક્રવર્તીનો દીકરા મિમોહના લગ્નના આજથી ફંક્શન શરૂ થવાના છે, ત્યારે આ પહેલા જ મોટું સંકટ આવીને પડ્યું છે. મિમોહ અને તેમની માતા યોગિતા બાલી પર ધરપકડની તલવાર લટકી રહી છે. બંને પર એક ભોજપુરી એક્ટ્રેસ પર રેપ અને જબરદસ્તી ગર્ભપાત કરાવવાનો આરોપ લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે, આજે મિમોહના એક્ટ્રેસ શીલા શર્માની દીકરી મદાલસા સાથે લગ્ન થવાના છે. આજે સાંજે 8 વાગ્યાથી તેમની સંગીત સેરેમની યોજાવાની છે અને આવતીકાલે 7 જુલાઈના રોજ બંનેના લગ્ન છે. લગ્ન મિથુનની ઉટીમાં આવેલી મોનાર્ક હોટલમાં લગ્ન થશે.

આ મામલે દિલ્હીની રોહિણી કોર્ટે મિમોહ અને તેમની માતા યોગિતા બાલીની વિરુદ્ધ નિર્ણય સંભળાવ્યો હતો. જેના બાદ બંનેએ બોમ્બે હાઈકોર્ટમાં અગ્રીમ જમાનત અરજી દાખલ કરી હતી. પરંતુ ગુરુવારે કોર્ટે તેને નકારી કાઢી છે. જેના બાદ મિમોહ અને યોગિતા બાલીના ધરપકડ થવાની શક્યતાઓ વધી ગઈ છે. આ મામલે આરોપ લગાવનાર એક્ટ્રેસના વકીલે કહ્યું કે, મહાક્ષયની 2-3 દિવસમાં ધરપકડ થઈ શકે છે.

ગુરુવારે આવેલા આ ચુકાદામાં મિથુન ચક્રવર્તીની મુશ્કેલીઓ વધી ગઈ છે. ત્યારે મિમોહના લગ્નના એક દિવસ પહેલા જ માઠા સમાચાર આવ્યા છે, અને તેના લગ્ન સંકટમાં પડ્યા છે.

કોણ છે ભોજપુરી એક્ટ્રેસ
પ્રાપ્ત માહિતી અનુસાર, મિમોહે અને એક્ટ્રેસ એકબીજાને 4 વર્ષથી જાણતા હતા. તેણે મિમોહ સામે યૌન શોષણ અને છેતરપીંડીનો આરોપ લગાવ્યો છે. તેના વકીલે જણાવ્યું કે, મિમોહે તેના ડ્રિંકમાં નશીલો પદાર્થ મિક્સ કરીને તેના બાદ પીડિતા સાથે જબરદસ્તી કરી હતી. તેના બાદ તે લગ્નનો વાયદો કરતો રહ્યો, જેના પગલે પીડિતા આટલા દિવસ સુધી ચૂપચાપ રહી હતી. પણ હવે તેણે સ્વીકાર કરવાનો ઈન્કાર કર્યો હતો. એટલું જ નહિ, મિમોહે આ યુવતી સાથે પોતાની કુંડળી પણ મેચ કરી હતી.

આમ, લગ્ન પહેલા મિમોહના લગ્ન સંકટમાં આવી પડ્યા છે. ત્યારે મિમોહના રેપના આરોપ પર તેની થનારી પત્ની મદાલસાની માતા શીલા શર્માએ પણ તેને સમર્થન આપ્યું છે.