મિશ્ર હાથ ધરાવનારનો સ્વભાવ - Sandesh

મિશ્ર હાથ ધરાવનારનો સ્વભાવ

 | 12:01 am IST

હસ્ત ભાષા

મિશ્ર હાથ ધરાવતી વ્યક્તિ મોટેભાગે મિશ્ર સ્વભાવ પણ ધરાવતી હોય છે. તેઓ સારા પણ હોય અને ખરાબ પણ હોય છે. સઘળી વસ્તુનું થોડું થોડું જાણે છે પણ એકેય વસ્તુનું પૂરેપૂરું તેમને ભાન નથી હોતું. તેઓ સબ બંદરના નિષ્ફળ વેપારી હોય છે. આ માણસ પ્રવૃત્તિઓ અચોક્કસ હોય છે. તે વધારે ધન કે માલમિલકત એકઠી કરી શકતો નથી. જો તે તેના મન ઉપર કાબૂ રાખી એક જ વસ્તુના કાર્યમાં પોતાની તમામ શક્તિ લગાવે તો તે ઘણું જ સારું કર્તવ્ય કરી સારો પૈસાદાર થઈ શકે. મિશ્ર હાથવાળા માનવીની શનિ અને ગુરુની આંગળીઓ ટટ્ટાર હોય છે. જ્યારે બુધ અને રવિની બંને આંગળીઓ ટેરવાં ઉપરથી હથેળી તરફ ઢાળ લેતી હોય છે.

આપણું ભાવિ  

પુરુષાર્થ વિના ભાગ્ય હોય ક્યાંથી? આપણાં ભાગ્યને આપણે ન ઘડીએ તો કોણ ઘડે? આપણા મહાન નિૃય અને મહાન કર્તવ્યથી જ આપણે આપણું ભાવિ ઘડવાનું છે. જેના જીવનમાં કોઈ મહાન પ્રેરણા નથી. કોઈ મહાન પ્રોત્સાહન નથી. તેને માટે કોઈ ઉજ્જવળ આશા કે કોઈ ઉજ્જવળ ભાવિ નથી.

એક જ કુટુંબમાં અને એક જ સંજોગોમાં એક જણ જ્યારે એક ભવ્ય ઈમારત ઊભી કરે છે ત્યારે અદૃઢ અને શક્તિ વગરનો તેનો ભાઈ ખંડેરોમાં જ પડી રહે છે. તેની તે જ સામગ્રીમાંથી એક કીર્તિ અને ધન લે છે ત્યારે બીજો અપકીર્તિ અને ગરીબાઈ લે છે.

જિંદગી એક ગંભીર અને મહત્ત્વની બાબત હોય તેમ વર્તન કરો. જિંદગીમાં કોઈ આનંદજનક કાર્ય કરવાને તમે જન્મ્યા હોવ, જગત તમારાં નવર્તન માટે રાહ જોઈ રહ્યું હોય તેવી રીતે તમે કામ કરો. સારી અને મોટી યોજનાઓ અમલમાં મૂક્યાને જિંદગી એ એક મહાન તક હોય તે પ્રમાણે વર્તન કરો.

કર્તવ્ય કરતાં પહેલાં તમને પરાજય મળે તો પણ હિંમત હારશો નહીં. પરાજયની પરિસ્થિતિમાંથી તમે ભાવિ વિજયનાં તત્ત્વોની શોધ કરો અને ફરી કર્તવ્ય કરો, તમને વિજય મળશે.

દૃઢ નિૃયી, કર્તવ્ય કરનાર, આનંદી અને સ્વસ્થ મનુષ્યમાંથી જ જે કાંઈ ઉમદા અને સરસ કર્તવ્ય હોય તે નીકળી આવે છે એમ શિલર કહે છે. જે કાંઈ સારામાં સારું અને ઉમદામાં કાર્ય થાય છે તે આવી પ્રકૃતિમાંથી જ ઉત્પન્ન થાય છે. ક્ષુદ્ર ઉદાસ આદમીઓ- જેઓ ભૂતકાળનો ખેદ કર્યા કરે છે અને ભવિષ્યથી ડર્યાં કરે છે તેઓ જિંદગીની પવિત્ર પળોનો લાભ લઈ શકતા નથી.

સુદૃઢ સંકલ્પથી, સુદૃઢ કર્તવ્યથી આપણું ભાવિ આપણે જ ઘડીને કૃતાર્થ બનાવવાનું છે.

ગુરુગિરિ

ભૂમિમિત્ર હિરણ્યં ચ વિગ્રહ કલં ત્રયમ્ ।

યદ્વૈંતન્નિનિશ્ચિત ભાવિ કર્તવ્યો વિગ્રહસ્તદા ।। (પંચતંત્રમ્)

ઉન્નતિ માટે યુક્ત થવું જરૂરનું છે, રાજકીય સ્વતંત્રતા હોય તો જ રાજ્યની ઉન્નતિ થઈ શકે. ધાર્મિક સ્વતંત્રતા હોય તો જ ધર્મની ઉન્નતિ થઈ શકે ને આધ્યાત્મિક સ્વતંત્રતા હોય તો જ આત્માની ઉન્નતિ થઈ શકે.

કાકા કાલેલકર

અતિ સત્તા વળી પદવી, અતિ ઈચ્છા વળી ધન,

અતિશે આત્મવિશ્વાસ વળી એકાગ્રતા મન.

અભિમાન તણું પાન, વ્યાપે અણુ અણુ તન;

અતિ ધર્મ તથા કર્મ, ‘અતિ’ એથી ભર્યું મન,

સન્માન સ્ત્રીજાતને પ્રકૃતિપ્રેમ સર્વથા;

ગુરુના બાળના ગુણો જાણો જગે એ સર્વદા.

ગુરુના ગરવા મહિમાને માણતો મનુષ્ય સદાય મનોરથનો માંધાતા, સત્તા પર સત્તા ને પદવી પર પદવીનો શોખીન, ધનનો રાજા, શ્રદ્ધાનો સરપતિ, ધ્યાનનો ધ્યાતા, અભિમાનનો અધિષ્ઠાતા, ધર્મનો ધુરંધર, કર્મનો ર્કાિતકેય, અબલાનો આધાર ને પ્રકૃતિનો પૂજક હોય છે. થોભ વિનાના લોભવાળો ને મહત્ત્વાકાંક્ષાનો એ મહારથી, હાથમાં લીધેલા કાર્યની સિદ્ધિ માટે આકાશ અને પાતાળ એક કરવા પૂરેપૂરો પ્રયાસ કરે છે. એના એ એટલા પ્રયાસમાં ઘણીવાર એ અનેકને કચડીને આગળ ને આગળ વધે છે. એનો અહંકાર એને સમય, સત્પાત્ર અને સન્મિત્રની શાણી શિખામણ સાંભળવા દેતો નથી. કોઈનો પણ આર્તનાદ સાંભળ્યા સિવાય એ આગળ ને આગળ ધપે છે ને અનેક વખત અણધારી આફતોનો બોજ પોતાના શિરે વહોરી લે છે છતાં એ હિંમત હારતો નથી ને મોતની સાથે બાથ ભીડીને પણ એ સિદ્ધિ પ્રાપ્ત કર્યા સિવાય રહેતો નથી. એની હિંમતમાં એ અનેરાં મૂલ્ય…

અંગૂઠાની જોડેની ગુરુની આંગળીના મૂળમાં જે ટેકરી જેવો ઉપસેલો ભાગ હોય છે તેને ગુરુગિરિ અથવા ગુરુનો પહાડ કહે છે.

ગુરુગિરિ

ગુરુગિરિ અથવા ગુરુનો પહાડ જો અતિશય વિસ્તૃત હોય તો મનુષ્ય પ્રબળ અહંકારી, પ્રબળ સત્તા ભોગવવાનો શોખીન, અતિ સ્વાર્થી, અતિ આડંબરી અને અતિ ઝેરીલો હોય છે.

ગુરુગિરિ અથવા ગુરુનો પહાડ જો મધ્યમ કદે વિસ્તૃત હોય તો મનુષ્ય યથાયોગ્ય મહત્ત્વાકાંક્ષાવાળો, યથાયોગ્ય સ્વમાન જાળવનારો, યથાયોગ્ય ધાર્મિક વૃત્તિવાળો, યથાયોગ્ય હિંમતવાળો અને પોતાની પ્રશંસાથી ખુશ થનારો હોય છે.

ગુરુગિરિ અથવા ગુરુનો પહાડ જો બિલકુલ વિસ્તૃત હોય જ નહીં અથવા તો તેની બિલકુલ અછત કે ગેરહાજરી હોય તો મનુષ્ય સ્વમાન વિનાનો અને પાશવિક વૃત્તિવાળો થાય છે.

જો મનુષ્યના હાથમાં ગુરુ અને શનિના ગિરિઓ કે પહાડો વિસ્તૃત થયેલા હોય તો તે મનુષ્ય અવશ્ય ધનવાન અને કીર્તિવાન થાય છે.

ગુરુગિરિ ઉપર પૃથક્ પૃથક્ કે સમૂહમાં પડેલાં તારા, ત્રિકોણ, વર્તુળ, ચોરસ, સીધી ઊભી રેખાઓ અને ત્રિશૂળનાં ચિહન ગુરુગિરિનું બળ વધારે છે.

ગુરુગિરિ ઉપર પૃથક્ પૃથક્ કે સમૂહમાં પડેલું જાળું, આડી રેખા, ચોકડી, ટાપુ અને ટપકાનાં ચિહનો ગુરુગિરિનું બળ ઘટાડે છે અને મનુષ્યના આરોગ્ય કે ચારિત્ર્ય ઉપર પ્રબળ અસર કરે છે.

(ક્રમશઃ)

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન