Mixing turmeric milk enhances immunity, not corona infection covid 19
  • Home
  • Corona live
  • હળદર વાળુ દૂધ પીવાથી વધશે રોગ પ્રતિકારક શક્તિ, નહીં થાય કોરોના ઇન્ફેક્શન

હળદર વાળુ દૂધ પીવાથી વધશે રોગ પ્રતિકારક શક્તિ, નહીં થાય કોરોના ઇન્ફેક્શન

 | 11:47 am IST

શરીરની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તો કોઇ પણ વાયરસનું સંક્રમણ જલદી થાય છે. કોરાના વાયરસનું સંક્રમણ તે લોકોમાં વધારે જોવા મળી રહ્યું છે જે પહેલાથી કમજોર છે અને ઉંમર વધારે છે. જેને લઇને કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઇએ. જેનાથી તમારી ઇમ્યુનીટિ વધી શકે. હળદર એક એવો મસાલો છે જેનાથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થઇ શકે છે. ગોલ્ડન મિલ્ક એક એવો પદાર્થ છે જે ન માત્ર શરદી ઉધરસ માટે ફાયદાકારક છે. પરંતુ તેમા એન્ટી ઓક્સિડેન્ટ અને એન્ટી ઇંફ્લામેટરી ગુણ પણ રહેલા છે. એન્ટી ઇંફ્લામેટરી ગુણનો મતલબ છે કે તેનાથી સોજા ઓછા આવે છે. આવો જોઇએ કેવી રીતે બનાવાય..

બનાવવાની રીત

હળદર વાળુ દૂધ બનાવવા માટે સૌ પ્રથમ હળદરને ધોઇ લો. તે બાદ એક વાસણમાં દૂધ ઉકળવા મૂકી દો. હવે હળદરને છોલીને તેને ટૂકડામાં કટ કરી લો. ત્યાર પછી તેને મિક્સરમાં પીસી એક બાઉલમાં નીકાળી લો. હવે જ્યારે દૂધમાં ઉભરો આવે એટલે તેમા એક ચમચી પીસેલી હળદર ઉમેરી લો ઉપરથી ઇલાયચી પાવડર ઉમેરી ઓછામાં ઓછા ત્રણ મિનિટ તેને ઉકળવા દો. તૈયાર છે ગોલ્ડન મિલ્ક. તેને ગાળી લો. હવે તેમા બે નાની ચમચી મધ ઉમેરી લો અને બરાબર મિક્સ કરો. તેને એક કપમાં નીકાળી લો અને ઉપરથી તજ પાવડર ઉમેરો. પછી જાયફળ પાવડર ઉમેરો. તેયાર છે. સ્વાસ્થ્ય માટે બેસ્ટ અને હેલ્ધી ગોલ્ડન મિલ્ક…

આ પણ જુઓ : સેનિટાઈઝર અને માસ્કની કાળાબજારી આવી સામે TODAY NEW

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન