NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • MNSના કાર્યકરોની ગુંડાગીરી, ઉત્તર ભારતીયોને દોડાવી દોડાવીને માર્યા, જુઓ Video

MNSના કાર્યકરોની ગુંડાગીરી, ઉત્તર ભારતીયોને દોડાવી દોડાવીને માર્યા, જુઓ Video

 | 5:15 pm IST

મહારાષ્ટ્રમાં એકવાર ફરીથી મરાઠી અને બિનમરાઠીનો મુદ્દો ચગ્યો છે. અહીં સાંગલીમાં રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકર્તાઓએ ઉત્તર ભારતીયો સાથે મારપીટ કરી. આ વખતે પણ મુદ્દો નોકરીનો છે.અહેવાલો મુજબ મનસે કાર્યકર્તાઓએ સાંગલીમાં બિનમહારાષ્ટ્રીયન લોકો સાથે ખુબ મારપીટ કરી છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેનાથી માલુમ પડે છે કે કઈ રીતે મનસે કાર્યકર્તાઓ લોકોને રોકી રોકીને મારી રહ્યાં છે. ઘટના સામે આવ્યાં બાદ પોલીસે સાત લોકોની અટકાયત કરી છે. આ ઘટના મંગળવાર સાંજની છે. અહેવાલો મુજબ મંગળવારે સાંજે એમએનએસના કાર્યકર્તાઓ હાથમાં લાકડી લઈને રસ્તાઓ પર ઉતરી આવ્યાં અને સામે જ દેખાયા તે ઉત્તર ભારતીયોને ક્રુરતાથી પીટાઈ કરવા લાગ્યાં. એટલે સુધી કે લોકોની ડંડા અને લાત ઘૂસાથી પિટાઈ કરવામાં આવી.

વાત જાણે એમ કે રાજ ઠાકરેની પાર્ટીએ સાંગલીમાં લાઠી ચલાઓ ભૈયા હટાઓ નામથી પરપ્રાંતીય હટાવો મુહિમ ચાલુ કરી છે. મનસેનો આરોપ છે કે સાંગલી સ્થિત એમઆઈડીસીમાં પરપ્રાંતીય લોકોને નોકરી આપવામાં આવી રહી છે. અહીં 80 ટકા નોકરી ફક્ત મરાઠીઓને આપવામાં આવે. એક અધિકારીના જણાવ્યાં મુજબ કથિત રીતે એમએનએસના કાર્યકર્તાઓએ કામદારો ઉપર હુમલો કર્યો ત્યારે તેઓ કૂપવાડ, ઔદ્યોગિક વિસ્તારમાં એક ફેક્ટરીમાં કામ કરીને પાછા ફરી રહ્યાં હતાં. પોલીસના જણાવ્યાં મુજબ આ કેસમાં સાત લોકોની ધરપકડ થઈ છે.