NIFTY 9,427.90 -1.55  |  SENSEX 30,464.92 +30.13  |  USD 64.6400 -0.20
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • તમામ મોબાઇલને એક વર્ષમાં આધાર સાથે લિંક કરો : સુપ્રીમ

તમામ મોબાઇલને એક વર્ષમાં આધાર સાથે લિંક કરો : સુપ્રીમ

 | 2:25 am IST

નવી દિલ્હી, તા. ૬

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું છે કે સીમકાર્ડનો દુરુપયોગ રોકવા માટે એક વર્ષમાં નીતિ ઘડી કાઢે. તેના માટે કાયદા અને નિયમો ઘડી કાઢવામાં આવે. કોર્ટે સરકારને એક વર્ષમાં ૧૦૦ કરોડ મોબાઇલ યૂૂઝર્સની ઓળખ(આધાર)ની વિગતો નોંધી લેવામાં આવે. મોબાઇલ ફોનથી બેન્કિંગ પણ શરૂ થઈ જતાં આ કાર્યવાહી જરૂરી હોવાનું સુપ્રીમે જણાવ્યું હતું.

સીમકાર્ડનો દુરુપયોગ અટકાવવા એક વર્ષમાં પગલાં લેવા સ્પષ્ટ સૂચના આપી હતી. પ્રી-પેડ કાર્ડ સીમ લેનારી દરેક વ્યક્તિ રિચાર્જ કરતી વખતે એક ફોર્મ ભરીને જમા કરાવે તેવી વ્યવસ્થા ઊભી કરવા પણ કહ્યું.

જાહેરહિતની અરજી સંદર્ભે સૂચનો 

લોકનીતિ ફાઉન્ડેશને જુલાઈ ૨૦૧૬માં કરેલી જાહેરહિતની અરજીની સુનાવણી હાથ ધરતાં આ સૂચનો કર્યાં હતાં. જાહેર હિતની અરજીમાં કહેવાયું હતું કે દેશમાં પાંચ કરોડ ગ્રાહકો યોગ્ય ચકાસણી વિના જ મોબાઇલ ફોનનો ઉપયોગ કરી રહ્યાં છે. મોબાઇલ ફોનના અનવેરિફાઇડ સીમકાર્ડના દુરુપયોગને રોકવા સુપ્રીમને હસ્તક્ષેપ કરવા રજૂઆત કરી હતી.

1