''ભારતમાં મોબાઇલ બેન્કિંગ સુરક્ષિત નથી'' - Sandesh
  • Home
  • India
  • ”ભારતમાં મોબાઇલ બેન્કિંગ સુરક્ષિત નથી”

”ભારતમાં મોબાઇલ બેન્કિંગ સુરક્ષિત નથી”

 | 9:45 pm IST

કેન્દ્ર સરકારે ડિજિટલ બેંકિંગ અને મોબાઇલને જ મની પર્સ બનાવવાનું સૂત્ર આપતાં નોટબંધીના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. સરકાર મોબાઇલ ફોનની મદદથી ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહન આપવા પણ ભાર મૂકી રહી છે. પરંતુ ચિપસેટ મેકર કંપની ક્વાલકોમનું કહેવું છે કે ભારતમાં એકપણ મોબાઇલ એપ સુરક્ષિત નથી. કંપનીનું કહેવું છે કે ભારતમાં કોઇપણ વોલેટ અને મોબાઇલ બેન્કિંગ એપ્લિકેશન તે હાર્ડવેર લેવલ સિક્યુરિટીનો ઉપયોગ નથી કરતા. જેની મદદથી સુરક્ષિત રીતે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન થઇ શકે.

ક્વાલકોમના સિનિયર ડાયરેક્ટર પ્રોડક્ટ મેનેજર એસ.વાઇ. ચૌધરીનં કહેવું છે કે વિશ્વભરના મોટાભાગના બેન્કિંગ અને વોલેટ એપ હાર્ડવેર સિક્યુરિટીનો ઉપયોગ નથી કરી રહ્યા. તે એપ્સ પૂરી રીતે એન્ડ્રોઇડ મોડ પર ચાલે છે અને યૂઝર્સના પાસવર્ડને સરળતાથી ચોરી શકાય છે. યૂઝરના ફિંગરપ્રિન્ટને પણ કેપ્ચર કરી શકાય છે. ભારતમાં ડિજિટલ વોલેટ્સ અને મોબાઇલ બેન્કિંગ એપ્સ માટે આ મોટી ચિંતાનો વિષય છે.

મોબાઇલ ગેમિંગ, મ્યુઝિક એપ મારફતે આઇએસઆઇ દ્વારા ભારતની જાસૂસી
પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇએસઆઇ ટોપગન, ટોકિંગ ફ્રોગ જેવા મોબાઇલ ગેમિંગ અને મ્યુઝિક એપ્લિકેશન મારફતે માલવેરનો ઉપયોગ કરીને ભારતીય સલામતી દળોની જાસૂસી કરે છે. સરકારે સંસદમાં બુધવારે આ મુજબ માહિતી આપી હતી. રાજ્ય ગૃહપ્રધાન હરિભાઇ પરથીભાઇ ચૌધરીએ લોકસભામાં એક પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું કે પાકિસ્તાની જાસૂસી એજન્સી પૂર્વ સૈનિકને નોકરીની તક કે નાણાકીય મદદની લાલચ આપીને ફસાવવા પણ પ્રયાસ કરતી હોય છે.

મોબાઇલમાંથી ચાર એપ દૂર કરવા સરકારની ચેતવણી
સરકારે મોબાઇલમાંથી ટોપગન (ગેમ એપ), એમપીજુંક (મ્યુઝિક એપ) બીડીજુંક (વીડિયો એપ) તેમ જ ટોકિંગ ફ્રોગ (એન્ટરટેઇનમેન્ટ એપ) ને દૂર કરવા અનુરોધ કર્યો છે. ગૃહમંત્રાલયે એલર્ટ જાહેર કરીને ભીતિ વ્યક્ત કરી છે કે તે એપની મદદથી વાઇરસ મોકલીને પાકિસ્તાન જાસૂસી કરી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન