mobile caught in sabarmati jail ahmedabad on hand of birju salla
  • Home
  • Ahmedabad
  • અમદાવાદ: સાબરમતી જેલમાં આજીવન કેદની સજા ભોગવતા કેદી પાસેથી મળ્યું કંઇક એવું કે…!

અમદાવાદ: સાબરમતી જેલમાં આજીવન કેદની સજા ભોગવતા કેદી પાસેથી મળ્યું કંઇક એવું કે…!

 | 10:20 am IST

અમદાવાદની સાબરમતી જેલમાંથી સીમ કાર્ડ અને મોબાઇલ મળવાની ઘટનાઓ અનેક વખત બનતી હોય છે, ત્યારે ફરી એકવખત સાબરમતી જેલમાં આજીવન કેદની સજા ભોગવતા આરોપી પાસેથી એન્ડ્રોઈડ મોબાઈલ ફોન મળી આવ્યો છે.

સાબરમતી જેલના બેરેક નંબર 1માંથી મોબાઈલ અને સીમકાર્ડ મળી આવતા જેલ પ્રશાસન અને પોલીસ સતર્ક થઇ ગઇ હતા. કારણ કે તેના પાછળ પણ ખાસ કારણ છે.

જેટ એરવેઝની ફ્લાઇટમાં બૉમ્બ હોવાની અફવા ફેલાવવાના કેસમાં આજીવન કેદની સજા ભોગવતા કેદી બિરજુ સલ્લા પાસેથી ફોન મળી આવતા રાણીપ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

જેલ સ્ટાફ દ્વારા જૂની જેલમાં દસ ખોલી યાર્ડમાં 1 નંબરની ખોલીમાં પાકા કામના કેદી બિરજુ સલ્લાના સામાનની તપાસ કરતા તેની પથારીમાંથી એક એન્ડ્રોઈડ ફોન મળી આવ્યો હતો.

જો કે ફોનમાં સીમકાર્ડ મળી આવ્યો ન હતો. રાણીપ પોલીસે બિરજુ સલ્લા સામે ગુનો નોંધી ફોનને એફ.એસ.એલમાં મોકલી આપ્યો છે. અગાઉ પણ બિરજુ સલ્લાની બેરેકમાંથી મોબાઈલ મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન