મોબાઇલ નેટ પેકની વેલિડિટી ૯૦ દિવસથી વધારી એક વર્ષ કરાઈ

1143

નવી દિલ્હી, તા. ૨૦

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (TRAI) તરફથી જાહેરાત કરવામાં આવી છે કે, મોબાઇલ ઇન્ટરનેટ પેકની વેલિડિટી હવે એક વર્ષની રહેશે. ટ્રાઇ પાસે આ ફેરફાર માટે કન્ઝયૂમર પ્રોટેક્શન રેગ્યુલેશન (TCPR) તરફથી પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. ટ્રાઇ દ્વારા તેના પર બાદમાં મંજૂરીની મહોર મારવામાં આવી હતી. આને કારણે હવે ૯૦ દિવસ સુધી ચાલનારા ઇન્ટરનેટ પેકની વેલિડિટી વધીને ૩૬૫ દિવસ સુધી રહેશે.

આ નિર્ણયને કારણે એવા લોકોને ફાયદો થશે જેઓ લાંબા સમય સુધી પોતાનો ડેટા પેક ચલાવતા રહે છે અને ઓછો ડેટા વાપરે છે. આનાથી નવા યૂઝર્સને નેટ ચલાવવામાં સરળતા રહેશે. તર્ક એવો અપાયો છે કે, નવા યૂઝર્સ નેટ વાપરવા પ્રત્યે આર્કિષત થશે. ટ્રાઇએ તેના નિર્ણય અંગે જણાવ્યું હતંું કે, તેણે ડેટા પેક વેલિડિટી વધારવાની વાત માન્ય રાખી છે. સ્પેશિયલ ટેરિફ વાઉચર ચાલુ કરાવતા ફાયદો થશે. અત્યારસુધી કંપનીઓ તરફથી આપવામાં આવતા વાઉચરમાં વેલિડિટી મર્યાદા ૯૦ દિવસની કરી શકાતી હતી. જો આ દિવસો વચ્ચે ઇન્ટરનેટનો પૂરો ડેટા યૂઝ નહીં કરવામાં આવે તો તે ત્રણ મહિના બાદ સમાપ્ત થઈ જશે. ટ્રાઇ તરફથી આ ફેરફાર દસમી વાર કરવામાં આવશે.