મોબાઇલ નંબરના અંતમાં ડિજિટ અને સિનેમા જગત - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • મોબાઇલ નંબરના અંતમાં ડિજિટ અને સિનેમા જગત

મોબાઇલ નંબરના અંતમાં ડિજિટ અને સિનેમા જગત

 | 12:01 am IST

ડિજીટ સાયન્સ

મોટાભાગના લોકોને અભિનેતા બનવાનો તથા ફિલ્મોમાં ગાયન, વાદનના ક્ષેત્રમાં આગળ વધવામાં રસ હોય છે. તથા આ ક્ષેત્રમાં યોગદાન આપીને નામના મેળવવાની ઇચ્છા રાખતા હોય છે. જે રીતે જ્યોતિષ શાસ્ત્ર દ્વારા જાણવા મળે છે, તેઓ આ ક્ષેત્રમાં સફળતા મેળવશે કે નહીં, તે જ રીતે ડિજિટ સાયન્સ દ્વારા પણ વ્યક્તિ વિશે જાણવા મળી શકે છે. અત્યારના સમયમાં મોબાઇલ દરેક વ્યક્તિ ઉપયોગ કરતી હોય છે, તે વ્યક્તિના મોબાઇલ નંબરના અંતમાં આવતા છેલ્લા બે અંક દ્વારા તેની સફળતા તથા સંઘર્ષ વિશે જાણકારી પ્રાપ્ત કરવામાં ડિજિટ સાયન્સ મદદ કરે છે. આવો તો હવે ક્રમમાં આવતા આ અંક વિશે વિગતે માહિતી મેળવીએ…

જો તમારા મોબાઇલ નંબરના અંતમાં ૬૯ હોય તો

મોબાઇલ નંબરના અંતમાં ૬૯ નંબર છે, અને તમે સિનેમા જગતમાં તમારું ભાગ્ય પરખવા માંગો છો, તો તમને સફળતા મેળવવાની આશા છે. તમે સાહસની સાથે સૌભાગ્યથી આગળ વધો. આ નંબર તમને જીવનમાં મૈત્રી, પ્રેમ તથા સંવૃદ્ધિ આપી શકે છે. જો તમે જીવનમાં ફિલ્મ જગતમાં આગળ વધવા માંગતા હોય તો કોમેડી કે વિલન (ખલનાયક)ની ભૂમિકા માટે આ અંક શુભ છે.

જો તમારા મોબાઇલ નંબરના અંતમાં ૭૮ હોય તો

આ નંબર તમારી ઉન્નતિમાં બાધા બની રહી છે. માનસિક અશાંતિનું પરિચાયક છે, શનિ, કેતુના ઉપચાર કરવા પર આ નંબર તમને સહયોગ આપી શકે તેમ છે.

જો તમારા મોબાઇલ નંબરના અંતમાં ૮૭ હોય તો

આ નંબરના જાતકને ફિલ્મ જગતમાં કલાકાર બનવા માટે કલાકારોના વૈવાહિક જીવનમાં સંઘર્ષ પ્રદાન કરે છે, સાથે અવૈધ સંબંધોને જન્મ આપે છે. અને મોબાઇલ નંબરના અંતમાં આ નંબર આવતા જાતકે દરેક કાર્યમાં સાવધાની રાખવી જોઇએ.

  • વશિષ્ઠજી મહારાજ