મોબાઇલ નંબરના અંતમાં ક્યો નંબર અશુભ છે ? - Sandesh
NIFTY 10,987.65 -31.25  |  SENSEX 36,513.15 +-28.48  |  USD 68.6600 +0.14
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nakshatra
  • મોબાઇલ નંબરના અંતમાં ક્યો નંબર અશુભ છે ?

મોબાઇલ નંબરના અંતમાં ક્યો નંબર અશુભ છે ?

 | 3:05 am IST

મોબાઇલ યુઝર્સ હંમેશા વિચારતા હોય છે, પોતાનો મોબાઇલ નંબર શુભ છે કે અશુભ ? તો આ મુંઝવણ ડિજીટ સાયન્સ દ્વારા દુર કરીએ અને જાણીએ કે મોબાઇલ નંબરના અંતમાં ક્યો નંબર અશુભ છે.

જો તમારા મોબાઇલ નંબરના અંતમાં ૬૨ હોય તો

જો તમારા મોબાઇલ નંબરના અંતમાં ૬૨ હોય તો આ નંબર અત્યંત ભયજનક છે અને આ લોકો ઘરમાં વાસ્તુ દોષ અવશ્ય જોવા મળે છે. ૦૮,૨૬,૨૮,૪૩,૪૪, અને ૭૧ નંબરના અંતમાં વધારે વાસ્તુ દોષ જોવા મળે છે. જેના કારણે તેમના કાર્યોમાં રુકાવટ અને વિલંબ થાય છે, સાથે માનસિક અશાંતિ, તણાવનો અનુભવ થયા કરે છે. ઘરકંકાસ, ઘરના સભ્યો વચ્ચે અણબનાવ થવાની પૂરી શક્યતા છે. જે મોબાઇલ યુઝરના મોબાઇલ નંબરના અંતમાં ૬૨ આવે તો તે જાતક ભૌતિક સંપત્તિ પ્રાપ્ત કરનાર હોય છે, તેમ છતા તે પોતાની જાતને હંમેશા દરિદ્ર માનતો હોય છે. આ વ્યક્તિએ પોતાની સફળતા માટે મોતી, ઓપલ અને શનીકવચ છે, જે સારા ચોગડીયામાં ધારણ કરી શકો છો.

જો તમારા મોબાઇલ નંબરના અંતમાં ૭૧ હોય તો

જો તમારા મોબાઇલ નંબરના અંતમાં ૭૧ હોય તો આ યુઝરના જીવનમાં ઉતાર ચઢાવ આવ્યા જ કરે છે. સાથે જીવનમાં ગ્રહણ લાગી શકે છે, તમારા કરિયર, નોકરી-ધંધા તથા મનની શાંતિ પર અશુભ પ્રભાવ પડે છે. તમે હંમેશા પોતાને નિરાશ જ અનુભવતા હશો, તેના કારણે તમે પોતાને હંમેશા પોતાની જાતને અસ્વસ્થ માનો છો. આ નંબરને તમારાથી દૂર કરો કારણ કે નહીંતો તમને આ નંબર સાથે જોડાયેલી નકારાત્મક શક્તિઓ હાનિ આપનાર બનશે.

જો તમારા મોબાઇલ નંબર ૮૦ હોય તો

જો તમારા મોબાઇલ નંબરના અંતમાં ૮૦ હશે તો તમે જે કંઇ મહેનત કરી રહ્યાં છો, જે તે વસ્તુ મેળવવા માટે તેમાં તમને નિષ્ફળતા જ મળશે. તમને આ નંબર ખુબ જ તકલીફ આપનાર છે, શરૃઆતમાં આ નંબર તમને સફળતા અપાવશે ત્યાર બાદ નિષ્ફળતા આપશે. તથા આ નંબર તમારા સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે, તેથી સંભાળીને રહો. સ્વાસ્થ્ય માટે સજાક રહો. તમે હાલ આ નંબર બદલી શકવાના ન હોય તો તમે શનિ કવચ ઝડપથી ધારણ કરી લો.

-વશિષ્ઠજી મહારાજ

[email protected]