મોબાઈલ નંબર બધાના બદલાશે, જાણો ક્યારથી, કેવી રીતે - Sandesh
  • Home
  • Business
  • મોબાઈલ નંબર બધાના બદલાશે, જાણો ક્યારથી, કેવી રીતે

મોબાઈલ નંબર બધાના બદલાશે, જાણો ક્યારથી, કેવી રીતે

 | 9:42 am IST

તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલી બેઠક બધા જ મોબાઈલ નંબરમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો છે. કેન્દ્રના સંદેશા વ્યવહાર મંત્રાલયે આ અંગે બધા રાજ્યોને નિર્દેશ પણ પાઠવ્યા છે. આટલું જ નહીં ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ)એ આ અંગેની તૈયારી શરૂ કરી છે.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર થોડા દિવસો અગાઉ દિલ્હી આ અંગે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બધા મોબાઈલના નંબર 13 આંકડાનો કરવાનો નિર્ણય લેવાયો હતો. બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે 10 આંકડાના નંબરોમાં હવે કોઈ જ જગ્યા બચી નથી. આ કારણે 10 કરતાં વધારે આંકડાની શ્રેણીનો આરંભ કરવાનું જરૂરી છે. આથી બધા જ મોબાઈન નંબરો 13 આંકડાના કરી દેવાશે.

મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓને તેમની બધી જ સિસ્ટમને આ પ્રમાણે અપડેટ કરી દેવાની તાકીદ કરાઈ છે. બીએસએનએલ (ઈન્દોર)ના સિનિયર જનરલ મેનેજર સુરેશબાબુ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ડિસેમ્બર 2018 સુધીમાં જૂના મોબાઈલ નંબરો આ પ્રકિયા અંતર્ગત અપડેટ થઈ જશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં 10 આંકના મોબાઈલ નંબરોને ઓક્ટોબરથી 13 આંકડા મુજબ અપડેટ કરવાની શરૂઆત કરી દેવાશે અને આ કામગીરી 31 ડિસેમ્બર સુધીમાં પૂરી કરાશે. જોકે હાલના મોબાઈલ નંબરોમાં ફેરફાર કેવી રીતે કરાશે તે હજુ સુધી નક્કી નથી. મોબાઈલ નંબરમાં ત્રણ આંકનો ઉમેરો આગળ અથવા પાછળ કરાશે.