મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ બની શકે છે ઘાતક, જુઓ વિડીયો - Sandesh
NIFTY 10,741.10 -30.95  |  SENSEX 35,432.39 +-114.94  |  USD 67.9800 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ બની શકે છે ઘાતક, જુઓ વિડીયો

મોબાઈલ ફોનનો વધુ પડતો ઉપયોગ બની શકે છે ઘાતક, જુઓ વિડીયો

 | 12:32 pm IST

મોબાઈલ ફોન નુકસાનકારક હોય છે. જેના ઘણાં વિડીયો સામે આવતાં રહેતાં હોય છે પરંતુ મોબાઈલ ફોનના બ્લાસ્ટ થવાની ઘટના પહેલી જ વખત લાઈવ સામે આવી છે. હાલના મુંબઈના ભાંડુપ વિસ્તારમાં એક રેસ્ટોરામાં જબરદસ્ત અફરાતફરી મચી ગઈ. એક વ્યક્તિના શર્ટના ખિસ્સામાં રાખેલો મોબાઈલ અચાનક ફાટ્યો. તે સમયે લંચ ટાઈમ હતો આથી રેસ્ટોરામાં ભીડ પણ હતી. આખી ઘટના CCTVમાં રેકોર્ડ થઈ ગઈ.

CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે ભોજન કરતા સમયે વ્યક્તિના શર્ટમાં રાખેલા મોબાઈલમાં અચાનક ધુમાડો નિકળવા લાગ્યો. આ જોઈને તેણે મોબાઈલને ખિસ્સામાંથી દૂર ફેક્યો અને લોકો પણ ત્યાંથી ભાગવા લાગ્યાં. ધુમાડો એટલો વધારે હતો કે આખી રેસ્ટોરામાં ફેલાઈ ગયો હતો. ઘટનામાં વ્યક્તિ ઘાયલ પણ થયો. હાલ તે હોસ્પિટલમાં દાખલ છે. તેની સારવાર ચાલી રહી છે.