મોબાઇલ ધારક 96 % ભારતીયો માથે દરરોજ 4થી 7 સ્પામ મેસેજ ઝીંકાય છે ! : સરવે - Sandesh
  • Home
  • India
  • મોબાઇલ ધારક 96 % ભારતીયો માથે દરરોજ 4થી 7 સ્પામ મેસેજ ઝીંકાય છે ! : સરવે

મોબાઇલ ધારક 96 % ભારતીયો માથે દરરોજ 4થી 7 સ્પામ મેસેજ ઝીંકાય છે ! : સરવે

 | 9:10 am IST

પાંચ વર્ષ પહેલાં તમે કોઇ સ્થાનિક છૂટક વેચાણ કરનારા કે બર્ગર વેચનારા પાસેથી ખરીદી કરો ત્યારે તે પોતાની દુકાનની કે કોઇ ચીજની જાહેરાત કરવા માટે કેશિયર તમારો ફોન નંબર માગતો હતો. જો કે એ વખતે તમે નંબર ન આપીને બચી પણ શકતા હતા. આજે સ્થિતિ એવી છે કે તમારી પાસે કોઈ નંબર માગતું નથી, છતાં ખરીદી કરી નથી કે ક્યાંક ફરવા માટે ગયા નથી કે તરત જ એ સંદર્ભે ઢગલો મેસેજ તમારા મોબાઇલ ઉપર ઠલવાઇ જાય !

જો કે એ સ્પામ મેસેજ ફક્ત તમારા માટે માથાનો દુખાવો બની ગયા છે, એમ ન માનતા. પરતુ ઓનલાઇન કોમ્યુનિટી પ્લેટફોર્મ લોકલ સર્કલ્સ દ્વારા ૧૨,૦૦૦ લોકોનો સરવે કરતાં જણાયું છે કે મોબાઇલ ફોન ધરાવતા ૯૬ ટકા ભારતીયોને દરરોજ  સરેરાશ ૪થી ૭ સ્પામ મેસેજ મળતા હોય છે !

ગયા જુલાઇમાં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ફોન ઉપભોક્તાને ટેક્સ્ટ મેસેજ સ્પામ કરનારા બિઝનેસ અને મોબાઇલ સર્વિસ પ્રોવાઇડરને દંડ કરવાની જોગવાઇ કરી હતી. સ્પામ મેસેજથી દૂર રહેવા માટે ફક્ત DND યાદીમાં વ્યક્તિને મૂકવાનો હોય છે.  આમ છતાં, લોકલ સર્કલ્સના સરવેમાં પ્રતિભાવ આપનારાઓમાંથી મોટાભાગના લોકોએ જણાવ્યું હતું કે DND કર્યા બાદ પણ સ્પામ મેસેજ તેમને મળે છે. ફક્ત ૬ ટકા લોકોએ જ DND અસરકારક હોવાનું સ્વીકાર્યું હતું.

મોટાભાગના SMS સ્પામ રિયલ એસ્ટેટ કંપનીઓના હોય છે

SMS માહિતી મોકલવાનો સસ્તો વિકલ્પ છે અને તેથી જુદા જુદા બિઝનેસ માટે તે ખૂબ જ લોકપ્રિય હોવાનું સરવેમાં બહાર આવ્યું હતું. આવતા મહિને લોકસભાની ચૂંટણી યોજાઇ રહી છે, ત્યારે રાજકીય પક્ષોનો પ્રચાર ચરમસીમાએ પહોંચવા સાથે સ્પામ મેસેજમાં પણ ઉછાળો આવશે એમ તેમાં ઉમેરવામાં આવ્યું છે.  

સરવેમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે ઉપભોક્તાની પ્રાઇવસીની જાળવણી કરવાને બદલે ટેલિકોમ કંપની સ્પામ મેસેજમાં વ્યસ્ત છે. સરવેમાં પ્રતિભાવો આપનારાઓમાંથી ૫૦ ટકાએ જણાવ્યું હતું કે, તેમને સ્પામ મેસેજ તેમના જ ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર પાસેથી મળે છે.  મોટાભાગના એસએમએસ સ્પામ રિયલ એસ્ટેટ કંપનીઓના હોય છે, એ બાદના ક્રમે બેન્કિંગ, ઇન્સ્યોરન્સ ઓફરના હોવાનું સરવેમાં બહારઆવ્યું છે.

સ્પામ મેસેજમાં કોના કેટલા ટકા?

૩૪  ટકા રિયલ એસ્ટેટ

૧૮ લોકલ બિઝનેસ (આરોગ્ય અને બ્યૂટી વગેરે)

૩૮ બેન્કિંગ અને ઇન્સ્યોરન્સ

૨૦  અન્ય (ઇ કોમર્સ અને ટેલિકોમ વગેરે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન