વિદેશી ખલાસીઓને વેચાતા હતા ભારતીય સીમકાર્ડ, મોટુ કૌભાંડ સામે આવ્યું - Sandesh
  • Home
  • Bhuj
  • વિદેશી ખલાસીઓને વેચાતા હતા ભારતીય સીમકાર્ડ, મોટુ કૌભાંડ સામે આવ્યું

વિદેશી ખલાસીઓને વેચાતા હતા ભારતીય સીમકાર્ડ, મોટુ કૌભાંડ સામે આવ્યું

 | 6:10 pm IST

કચ્છના સરહદી વિસ્તારોમાં કાર્યરત કંડલા બંદરે સુરક્ષા ચુસ્ત હોવાના કરાતા દાવાઓની પોલ ખુલી ગઇ છે. પૂર્વ કચ્છ એલસીબીએ ભારતીય નાગરિકોની જાણ બહાર તેમના દસ્તાવેજો, ઓળખના પુરાવાના આધારે ઇસ્યુ કરાયેલા ભારતીય નંબર ધરાવતા મોબાઇલ સીમકાર્ડ વિદેશી જહાજના ખલાસીઓને વેચવાનું કૌભાંડ ઝડપી પાડયું છે. ગાંધીધામના ૪ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.

14330863_1819667444937264_312569075_n

કંડલા પોર્ટ એશિયામાં સૌથી મોટા પોર્ટ તરીકે પ્રસિદ્ધ છે, જેથી તેની સુરક્ષા માટે પણ તંત્ર ગંભીર હોય છે. એવામાં કંડલામાં વિદેશી ક્રુ મેમ્બરને ભારતીય મોબાઈલ કંપનીઓના એક્ટિવ સીમકાર્ડ વેચવાના સંદર્ભે પૂર્વ કચ્છ એસપીને બાતમી મળી હતી. જેને આધારે તારીખ 3 સપ્ટેમ્બરના રોજ એલસીબીને તપાસ હુકમ મળતા ટીમે વોચ ગોઠવી હતી. દરમ્યાન, 9 સપ્ટેમ્બરના રોજ કંડલા પોર્ટની જેટી પર એસએસ સીલેન્ડ એમ્પોરીયમ નામની પોર્ટ વિસ્તારમાં હેન્ડીક્રાફ્ટ, ગારમેન્ટ તથા આર્ટિફિશ્યલ જ્વેલરીનું વેચાણ કરવાનો કસ્ટમનો પરવાનો ધરાવતી કંપનીના માલિક દિનેશ સુંદરદાસ મીરવાણી પર નજર રાખી હતી. દિનેશ બાઈક પરથી પસાર થતાં તેને અટકાવી તેની તપાસ કરી હતી. જેથી તેની પાસેથી વોડાફોન કંપનીના 42 એક્ટીવ સીમકાર્ડ ઉપરાંત, અલગ અલગ સાત દેશોની વિદેશી કરન્સી પણ મળી આવી હતી. આા દુકાન માલિક અને કર્મચારી સીમકાર્ડનો ગેરકાયદેસરનો વેપાર કરતા હતા.

14341400_1819667428270599_536577038_n

આ બંને વેપારીઓ અન્ય ગ્રાહકોના ફોર્મમાંથી ફોટા અને ઓળખકાર્ડ ડુપ્લીકેટ બનાવી લઈ, ખોટી સહીથી સીમકાર્ડ એક્ટીવેટ કરતા હતા. સેંકડો ગ્રાહકોના નામથી આ રીતે સીમનું વેચાણ કરવામાં આવતું હતું. એક્ટીવેટ સીમકાર્ડ ગાંધીધામની હિતેશ તારાચંદ મહેતાની માલિકીની અરિહંત મોબાઈલ તથા પ્રકાશ અરવિંદ મહેતાની માલિકીની સિદ્ધી એન્ટરપ્રાઈઝ નામની દુકાનેથી 100 થી 150ના ભાવે ખરીદાતા હોવાનું સામે આવ્યું હતું. જેના સંદર્ભે એસઓજીની ટીમે પણ પ્રજાને મોબાઈલ સીમકાર્ડ લેતી વખતે એક જ ફોટો અને ઓળખકાર્ડ આપવાની માહિતી આપી હતી.

14302432_1819667441603931_1890160041_n

કંડલા પોર્ટ વિસ્તાર સંવેદનશીલ અને બોર્ડર એરીયા હોવાથી કંડલા પોર્ટ ઉપર પાકિસ્તાન સહિત અન્ય ચાર રાષ્ટ્રોના નાગરિકને પોર્ટ એરિયામાંથી બહાર આાવવાની મંજુરી નથી. સીમ વેચવાના આ રેકેટમાં જે લોકોની દુકાન આવેલી છે તે પોર્ટ એરીયામાં જ છે. તેથી હવે પોલીસે એ દિશામાં તપાસ કરી છે કે, પાકિસ્તાન કે બાંગ્લાદેશ સહિતના કંડલા પોર્ટના પ્રતિબંધિત દેશોના વિદેશી ક્રુ મેમ્બરને આ લોકોએ સીમકાર્ડ વેચ્યા છે કે નહીં અને જો એવું હશે તો તેનો ઉપયોગ સરહદી જિલ્લા કચ્છમાં આતંકી નેટવર્કમાં થયાની સંભાવનાને ધ્યાનમાં રાખીને એસઓજીની ટીમે ગંભીર તપાસ હાથ ધરી છે.