મોબાઇલફોનને 30 મીનિટ બંધ રાખવાના છે આટલા બધા ફાયદા! - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મોબાઇલફોનને 30 મીનિટ બંધ રાખવાના છે આટલા બધા ફાયદા!

મોબાઇલફોનને 30 મીનિટ બંધ રાખવાના છે આટલા બધા ફાયદા!

 | 3:22 pm IST
  • Share

લોકો પોતાના સ્માર્ટફોનને પોતાનાથી બે મીનિટ પણ દૂર રાખી શકતા નથી. પરંતુ એક અહેવાલ પ્રમાણે દિવસમાં ઓછામાં ઓછી 30 મીનિટ સ્માર્ટફોનને બંધ રાખવાની સલાહ આપવામાં આવી છે.

દિવસમાં 30 મીનિટ માટે ફોન બંધ રાખવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે. સ્માર્ટફોનથી હેલ્થ પર પણ અસર પડતી હોય છે. કેટલાક હેલ્થ એક્સપર્ટનું પણ આવું જ કહેવું છે. સ્માર્ટફોનને બંધ રાખવાથી બેટરી પર અસર પડે છે. આવું કરવાથી એપ્સ બંધ થઈ જાય છે, જેના કારણે બેટરીની લાઈફ વધે છે.

મગજને પણ મળશે આરામ
મગજ ઘણા બધા કામો વચ્ચે સતત સક્રિય રહે છે. એવામાં સ્માર્ટફોનને થોડી વાર બંધ રાખવાથી મગજને પણ શાંતિ મળશે. સતત મોબાઈલને યૂઝ કરવાથી મગજ થાકી જાય છે. આ કારણે જ સમસ્યાનું સમાધાન નિકાળવામાં તકલીફ ઉભી થાય છે. તેથી ફોનને 30 મીનિટ માટે બંધ કરવાથી મગજને શાંતિ મળશે અને કામને સારી રીતે કરવામાં મદદ મળશે.

ઓવરહીટિંગથી બચશે
મોબાઈલમાં ઓવર હીટિંગની સમસ્યા નહીં થાય. તેને રોજ 30 મીનિટ બંધ રાખવો એક સારો ઉપાય છે.

ધ્યાન વધશે
એક રિસર્ચ પ્રમાણે 61 ટકા મોબાઈલ સ્માર્ટફોન યૂઝર્સ નોટિફિકેશન જોયા વગર રહી શકતા નથી, જેના કારણે કોઈ કામમાં ધ્યાન આપી શકતા નથી. એવામાં ફોનને 30 મીનિટ બંધ કરવાથી ધ્યાન વધશે.

સારી રીતે કામ કરશે સ્માર્ટફોન
જો તમે ફોન બંધ કરવા માંગતા નથી તો તેને નિશ્ચિત સમય પર રીબૂટ કરી લો,આવું કરવાથી બેકગ્રાઉન્ડમાં ચાલતા એપ્સ બંધ થઈ જશે અને બધા જ અપડેટેડ ફીચર્સ સારી રીતે કામ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન