મોડાસા: અસામાજિક તત્વોનો આતંક, મહિલાઓ પર કર્યો હૂમલો - Sandesh
  • Home
  • Sabarkantha - Aravali
  • મોડાસા: અસામાજિક તત્વોનો આતંક, મહિલાઓ પર કર્યો હૂમલો

મોડાસા: અસામાજિક તત્વોનો આતંક, મહિલાઓ પર કર્યો હૂમલો

 | 9:14 pm IST

મોડાસાના ગણેશપુર વિસ્તારમાં છેલ્લા ૪૦ વર્ષથી વસવાટ કરતા ગરીબ પરિવારોના ઝૂંપડાં તોડી નાખી આંતક મચાવનાર અસામાજીક તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે.ગરીબ પરિવારની મહિલાઓને મંગળવારના રોજ માર પણ મારવામાં આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.

મોડાસાના ગણેશપુર વિસ્તારમાં આવેલ સરકારી પડતર જમીનમાં ર૧ જેટલા ગરીબ પરિવાર વર્ષોથી ઝૂંપડાં બનાવીને રહે છે.દરમિયાન કેટલાક તત્વોએ આ જમીન ઉપર ગરીબોએ બનાવેલ ઝૂંપડાં ઉપર બુલડોઝર ફેરવી દઈ મિલકતને નુકશાન કર્યુ હતુ.પરિણામે તમામ પરિવાર બેઘર બની ગયો છે.ગરીબ પરિવારોને રહેવા માટેની કે ખાવા પીવાની પણ કોઈ વ્યવસ્થા ન રહેતાં આ મામલે અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આંતક મચાવનાર તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

મંગળવારના રોજ પણ અસામાજીક તત્વોએ આંતક મમચાવવાનો ચાલુ રાખ્યો હતો અને કેટલીક મહિલાઓને માર માર્યો હતો.જેના પગલલે ઈજાગ્રસ્ત મહિલાઓને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.ગરીબ પરિવારના ઝૂંપડાં તોડી નાખવામાં આવતાં મજૂરી કરીને પેટીયુ રળતા પરિવારોની ઉપર આભ અને નીચે ધરતી જેવો ઘાટ સર્જાયો છે.જો આ મામલે ન્યાય નહી મળે તો આગામી દિવસોમાં ગરીબ પરિવારો ઉગ્ર આદોલન પણ છેડનાર છે.