Modasa Court Accepts Narco Test Plea of Main Accused in Saira Girl Case
  • Home
  • Featured
  • સાયરા દુષ્કર્મ કેસને 2 મહિના, છતાં હજુ કારણ અકબંધ, હવે આરોપીનો નાર્કો ટેસ્ટ કરાશે

સાયરા દુષ્કર્મ કેસને 2 મહિના, છતાં હજુ કારણ અકબંધ, હવે આરોપીનો નાર્કો ટેસ્ટ કરાશે

 | 5:47 pm IST

મોડાસાના સાયરા કેસમાં 19 વર્ષીય યુવતી પર સામૂહિક દુષ્કર્મ આચરી તેને ઝાડ પર લટકાવી દેવાનો આરોપ હતો. 2 મહિના થઈ ગયા હોવા છતાં પણ યુવતીના અપમૃત્યુનું કારણ આજ દિન સુધી સામે આવ્યું નથી. કે પછી સરકાર કે પોલીસ સામે લાવવા માગતી નથી. પણ હવે આ કેસ મામલે મુખ્ય આરોપી બિમલ ભરવાડના નાર્કો ટેસ્ટની મંજૂરી મોડાસા કોર્ટે આપી દીધી છે. બિમલ કેસમાં સહકાર આપતો ન હોવાથી સીઆઈડી ક્રાઈમે કોર્ટમાં અરજી કરી હતી. ઉલ્લેખનીય છે કે આ કેસનો એક આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર છે.

મોડાસાના સાયરામાં 19 વર્ષીય યુવતી સામે અપહરણ, દુષ્કર્મ અને હત્યાનાં કેસમાં સ્થાનિક પોલીસ સામે બેદરાકારીનો આરોપ લાગતાં જિલ્લા પોલીવડાએ આ કેસ સીઆઈડી ક્રાઈમને સોંપી દીધો હતો. પણ આ કેસને 2 મહિના થઈ ગયા હોવા છતાં પણ યુવતીનાં અપમૃત્યુ કેસને લઈ કોઈ કારણ જાણી શકાયું નથી. તેવામાં આ કેસનો મુખ્ય આરોપી બિમલ ભરવાડ કેસમાં સહકાર આપતો ન હોવાથી સીઆઈડી ક્રાઈમે મોડાસા કોર્ટમાં નાર્કો ટેસ્ટ માટેની અરજી કરી હતી.

ત્યારે આ કેસના આરોપીઓ બિમલ ભરવાડ અને દર્શન ભરવાડે મોડાસા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. જેના પર કોર્ટે 5 માર્ચે સુનવણી હાથધર્યા પછી મુદત આપી જામીન અંગે આજે સુનાવણી કરી હતી. આ સુનાવણી દરમિયાન પીડિત પરિવારના વકીલે એફિડેવિટ દાખલ કરી આરોપીઓના રેગ્યુલર જામીન નામંજૂર કરવા રજૂઆત કરી હતી. તેમજ તપાસનીશ અધિકારીની એફેડેવિટને પગલે કોર્ટે બંને આરોપીઓના રેગ્યુલર જામીનનો ચુકાદો અનામત રાખ્યો હતો. જેની સુનાવણી ગુરુવારે કરવામાં આવશે.

દિલ્હીની નિર્ભયાનાં આરોપી નક્કી કરવામાં સમય લાગ્યો ન હતો. પણ તેઓને ફાંસીના માંચડે સુધી લઈ જવા માટે નિર્ભયાના માતા-પિતા સહિત અનેક લોકોને આંખે પાણી આવી ગયા હતા. તેવામાં ગુજરાતની આ નિર્ભયામાં તો હજુ કોઈ ચોક્કસ કારણ જ જાણવા મળી રહ્યું નથી. જો 2 મહિના સુધી કોઈ કારણ જ જાણવા ન મળે તો આરોપીઓને સજા કરાવવામાં કેટલા વર્ષો લાગી શકે છે તે તમે જ વિચારી જુઓ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન