Modasa Girl Case: Audio Clip of Girl's Friend Viral On Net
  • Home
  • Featured
  • મોડાસા યુવતીના મોત મામલે નવો ખુલાસો, યુવતી અને તેની ફ્રેન્ડની અંતિમ મુલાકાતની ઓડિયો ક્લિપ વાઈરલ

મોડાસા યુવતીના મોત મામલે નવો ખુલાસો, યુવતી અને તેની ફ્રેન્ડની અંતિમ મુલાકાતની ઓડિયો ક્લિપ વાઈરલ

 | 8:20 am IST

મોડાસા યુવતીના અપમૃત્યુ મામલે પોલીસ હજુ પણ કોઈ ચોક્કસ કારણ જણાવી શકી નથી. ત્યારે આ કેસ મામલે દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. તેવામાં સોશિયલ મીડિયામાં એક ઓડિયો ક્લિપ વાઈરલ થઈ છે. આ મોબાઈલ ઓડિયો ક્લિપ યુવતીની ફ્રેન્ડ અને અન્ય બહેનપણીની માતા વચ્ચે થઈ રહી છે. જેમાં યુવતી જણાવી રહી છે કે, મૃત્યુ પહેલાં તેણે મૃતક યુવતીને જોઈ હતી.

ઓડિયો ક્લિપમાં મૃતક યુવતીની ફ્રેન્ડે જણાવ્યું હતું કે, તેણે આપઘાત પહેલાં મૃતક યુવતીને છેલ્લીવાર મળી હતી અને આ મુલાકાત બાદ જ તેણે મૃતક યુવતીને સાયરા જતી રીક્ષામાં બેસાડી હતી. ચર્ચા છે કે, આ ઓડિયો ક્લિપ યુવતી ગાયબ થઈ તે જ દિવસની છે. ઓડિયો ક્લિપમાં યુવતીએ ફ્રેન્ડની માતાને મૃતક યુવતી સાથેની મુલાકાતની સમગ્ર ઘટના વર્ણવી હતી.

આ ઓડિયો ક્લિપમાં મૃતક યુવતીની ફ્રેન્ડે જણાવ્યું હતું કે, કોલ આવ્યા બાદ તે મૃતક યુવતીને મળવા ગઈ હતી. જે બાદ તે કોઈની સાથે કારમાં હતી. અને તે યુવકને ઓળખતી ન હોવાની જણાવ્યું હતું. સાથે ફ્રેન્ડે એવું પણ કહ્યું કે, અંતિમ મુલાકાત સમયે મૃતક યુવતી અને તેના વચ્ચે બોલાચાલી થઈ હતી. યુવતીએ દાવો કર્યો કે તેણે જ મૃતક યુવતીને હાથ ખેંચીને ગાડીમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. પણ મૃતક યુવતી ગાડીમાંથી બહાર આવી ન હતી. તે ગાડીમાંથી ઉતરવા માગતી ન હતી. પણ પરાણે તેણે મૃતક યુવતીને ગાડીમાંથી નીચે ઉતારી સાયરા તરફ જતી રીક્ષામાં બેસાડી હતી.

આ ઉપરાંત મૃતક યુવતીની ફ્રેન્ડે ઓડિયો ક્લિપમાં મોબાઇલ અને સિમ કાર્ડ તોડી નાખ્યાનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ ઓડિયો ક્લિપને કારણે હવે સમગ્ર મામલો વધુ ગૂંચવાયો છે. જો કે સંદેશ ન્યુઝ આ વાઈરલ ઓડિયો ક્લિપની પૃષ્ટિ કરતું નથી. પોલીસે આ નવી ઓડિયો ક્લિપ મામલે તપાસ હાથ ધરી છે. અને પોલીસ તપાસ બાદ જ સામે આવશે કે ઓડિયો ક્લિપ સાચી છે ખોટી.

આ વીડિયો પણ જુઓઃ સાંજ પડતા જ આકાશમાં દેખાઈ ચાઈનીઝ તુક્કલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન