Modasa Girl Case: Family of Girl Oppose PM Report
  • Home
  • Featured
  • મોડાસા યુવતીના PM રિપોર્ટમાં મોતનો થયો ચોંકાવનારો ખુલાસો, પરિવારે કર્યો ભારે વિરોધ

મોડાસા યુવતીના PM રિપોર્ટમાં મોતનો થયો ચોંકાવનારો ખુલાસો, પરિવારે કર્યો ભારે વિરોધ

 | 1:40 pm IST

છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં મોડાસાના સાયરાની યુવતીના મોત મામલે પોસ્ટમાર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોસ્ટમાર્ટમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, યુવતીનું મોત ગળેફાંસો ખાવાને કારણે થયું છે. તો હવે આ પીએમ રિપોર્ટને લઈને પણ યુવતીનાં પરિવારજનોએ સવાલ ઉભા કર્યા છે. પરિવારજનોએ કહ્યું છે કે, લાશ જ્યાં લટકતી હતી ત્યાં કોઈ જાતે ચઢીને ન જઈ શકે.

અરવલ્લીના મોડાસાના સાયરા તાલુકામાં 19 વર્ષીય યુવતી 5 દિવસ ગુમ થયા બાદ તેની લાશ ઝાડ પર લટકતી હાલતમાં મળી હતી. જે બાદ તેના પરિવારજનો દ્વારા અપહરણ, સામૂહિક દુષ્કર્મ સહિતનો આરોપ લગાવી ફરિયાદ નોંધવાની માગ કરાઈ હતી. જેને કારણે પહેલેથી જ આ કેસમાં શંકાસ્પદ ભૂમિકામાં રહેલી પોલીસને આખરે પીએમ પહેલાં ફરિયાદ નોંધવાની ફરજ પડી હતી. પણ યુવતીનાં પીએમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, યુવતીનું મોત ગળેફાંસો ખાવાના કારણે થયું છે.

તો આ પીએમ રિપોર્ટ મામલે યુવતીનાં પરિવારજનો અને ગ્રામજનોમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. ગ્રામજનોએ મોડાસા પોલીસ સ્ટેશન પાસે મચાવ્યો હોબાળો હતો. જો કે આ કેસ દિવસે ને દિવસે ગૂંચવાઈ રહ્યો છે. તો આ અગાઉ પોલીસે આ કેસનાં ત્રણ આરોપીઓને ઝડપી પાડી તેઓની ધરપકડ કરી હતી. અને એક આરોપીની શોધખોળ હજુ ચાલુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન