મોડાસામાં પોસ્ટમેને કર્યો આપઘાત, ચીઠ્ઠીના આધારે ૬ વિરૃધ્ધ ફરિયાદ - Sandesh
  • Home
  • Gujarat
  • મોડાસામાં પોસ્ટમેને કર્યો આપઘાત, ચીઠ્ઠીના આધારે ૬ વિરૃધ્ધ ફરિયાદ

મોડાસામાં પોસ્ટમેને કર્યો આપઘાત, ચીઠ્ઠીના આધારે ૬ વિરૃધ્ધ ફરિયાદ

 | 9:46 am IST

મોડાસા તાલુકાના દધાલિયા ગામના પોસ્ટમેને આત્મહત્યા કરીલેતાં ચકચાર મચી છે.ગામના જ કેટલાક વ્યકિતઓએ બારોબાર જમીન નામે કરી દઈ પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવા ધમકીઓ આપતાં આ પગલુ ભર્યાની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.જેના પગલે પોલીસે છ વ્યકિતઓ સહિત અજાણ્યા ૧૦ સામે મરણ જવા સુંધીનુ દુષ્પ્રેરણ કરવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

postman-2

દધાલિયા ગામની પોસ્ટ ઓફિસમાં પોસ્ટમેન તરીકે ફરજ બજાવતા જયંતિભાઈ માંનાભાઈએ સોમવારે સવારે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ લીધો હતો.દરમિયાન દોડી આવેલ પરિવારજનોએ પોલીસને જાણ કરતાં પોલીસે આવી પહોંચી તપાસ હાથ ધરી હતી દરમિયાન મૃતકના ખીસ્સામાંથી એક ચીઠ્ઠી મળી આવી હતી.જેમાં ગામના જ જેઠાલાલ ભૂરાલાલ મહેતા અને તેમના પરિવારે જમીન પડાવી લઈ ધમકીઓ આપ્યાનો ઉલ્લેખ કરાયો હતો.આ મામલે થોડા દિવસ અગાઉ મૃતકના ભાઈએ જેઠાલાલ મહેતા અને તેના બે પુત્રો સહિત પરિવાર સામે પોલીસ ફરિયાદ કરી હતી.આ ફરિયાદ પાછી ખેંચી લેવા જમીન પડાવી લેનાર દ્વારા ધમકીઓ અપાતી હતી.અને ફરિયાદ પાછી ખેંચી લેવા સતત દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગામ છોડી જતા રહેવા,ખોટી ફરિયાદ કરાવી નોકરીમાંથી કઢાવી મુકવાની પણ ધમકીઓ અપાતી હતી.વારંવાર મરવા સુંધની દુષ્પ્રેરણ કરાતાં આખરે ત્રાસ સહન ન થતાં ઘરે જ ગળે ફાંસો ખાઈ લીધો હતો.

postman

દરમિયાન થોડા દિવસો અગાઉ આ જમીન ઉપર પંચનામુ કરવા માટે જતાં લાકડીઓ લઈને આવેલ કેટલાક લોકોએ જાનથી મારી નાખવાની ધમકીઓ આપતાં પોલીસે મૃતકને મરવા સુંધીનુ દુષ્પ્રેરણ કરનાર જેઠાલાલ ભૂરાલાલ મહેતા,જીગર જેઠાલાલ મહેતા,જયંતિ હરીભાઈ પટેલ,હિરા રામાભાઈ પટેલ,હરેશ ગલબાભાઈ પટેલ,દિપેશ મુળાભાઈ પંચાલ તથા આશરે દસ જેટલા અજાણ્યા માણસો વિરૃધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન