મોડાસાના યુવાનનું રિવોલ્વરમાંથી ગોળી છુટતા મોત કે આત્મહત્યા? - Sandesh
  • Home
  • Gujarat
  • મોડાસાના યુવાનનું રિવોલ્વરમાંથી ગોળી છુટતા મોત કે આત્મહત્યા?

મોડાસાના યુવાનનું રિવોલ્વરમાંથી ગોળી છુટતા મોત કે આત્મહત્યા?

 | 9:00 pm IST

મોડાસામાં 22 વર્ષિય યુવકનું માથાના ભાગે ગોળી વાગતા મોત નીપજ્યું છે. ઘટનાને પગલે ચકચાર મચી ગઈ છે. લોકો ચર્ચા મુજબ મકાનના ત્રીજા માળે પહોંચી યુવકે આપઘાત કરી લીધો હતો. જો કે પોલીસ દ્વારા આ બાબતને પૃષ્ટિ અપાઈ નથી. પોલીસ સુત્રોમાંથી અવું જાણવા મળે છે કે રિવોલ્વર સાફ કરતી વેળા અકસ્માતે ગોળી છુટી છે. મોડાસાની કોર્ટમાં ફરજ બજાવતા કર્મચારીના એકના એક પુત્રના મોત બાદ લોકોનાં ટોળેટોળાં ઉમટી પડયા હતા. બનાવને પગલે પોલીસે દોડી પહોંચી સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.

મોડાસા ખાતે નાલંદા-1માં રહેતા અને કોર્ટમાં ફરજ બજાવતા દશરથસિંહ રાઠોડના એકના એક પુત્રએ બુધવારે બપોરે આપઘાત કરી લીધો હોવાની ચર્ચા છે. પોતાના ઘરે જ લાયસન્સવાળી રિવોલ્વરથી યુવકે માથામાં ગોળી મારી દીધી હતી. રર વર્ષિય હેમરાજસિંહ રાઠોડ મકાનના ત્રીજા માળે ગયો હતો અને રિવોલ્વર વડે આપઘાત કરી લેતાં ધડાકો થતાં લોકો દોડી પહોંચ્યા હતા.

જ્યાં યુવકની લોહીથી લથપથ હાલતમાં લાશ જોવા મળી હતી. એકના એક દિકરાએ આપઘાત કરી લેતાં પરિવારે આક્રંદ કરી મુક્યુ હતુ. બનાવને પગલે મોડાસા ટાઉન પી.આઈ પોલીસ સાથે બનાવ સ્થળે દોડી પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી દેવામાં આવી હતી. યુવકના મોત અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન