મોડાસામાં ઝૂમ બરાબર ઝૂમ, એક જ રાતમાં ૯ દારૂડિયા આબાદ ઝડપાયા - Sandesh
NIFTY 10,226.85 -15.80  |  SENSEX 33,307.14 +-44.43  |  USD 65.1650 +0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sabarkantha - Aravali
  • મોડાસામાં ઝૂમ બરાબર ઝૂમ, એક જ રાતમાં ૯ દારૂડિયા આબાદ ઝડપાયા

મોડાસામાં ઝૂમ બરાબર ઝૂમ, એક જ રાતમાં ૯ દારૂડિયા આબાદ ઝડપાયા

 | 6:38 am IST

મોડાસા,તા.૧૯

દારૂબંધીનો કાયદો કડક થતાં દારૂ ઢીંચી છાકટા બનતા શખ્શો ઉપર પોલીસે તવાઈ આદરી છે બે દિવસ અગાઉ ૧૦ પીધેલાની ધરપકડ બાદ મોડાસા ટાઉન પોલીસે આ રીતે દારૂ પી કાયદાનો ભંગ કરનારને ઝડપી લેવા કવાયત હાથ ધરી એક જ રાતમાં ૯ પીધેલાની ધરપકડ કરવામાં આવી હતી.જેમાં ટાઉન પોલીસે ચેકીંગ દરમિયાન શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ૯ વ્યકિતઓને ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા,જેના પગલે શરાબના શોખીનોમાં ફફડાટ વ્યાપી ગયો છે

મોડાસા પોલીસે ગુરૂવારની રાત્રીએ જુદા-જુદા વિસ્તારમાં તપાસ હાથ ધરી વાહનોના ચેકીંગ દરમિયાન ૧૦ પીધેલાને ઝડપી લીધા હતા.ત્યાર બાદ શનિવારની રાત્રે પણ ટાઉન પોલીસે શહેરના બાયપાસ રોડ તેમજ અન્ય વિસ્તારોમાંથી ચેકીંગ દરમિયાન દારૂ પીધેલા ૯ વ્યકિતઓને ઝડપી લીધા હતા.જેમાં મોટાભાગના રાજસ્થાનના શખ્શોની ધરપકડ કરાઈ હતી.