Model bitten by shark while taking photos in Bahamas sea
NIFTY 11,355.75 -73.75  |  SENSEX 37,644.90 +-224.33  |  USD 69.9325 +1.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • Photos : પાણીમાં ફોટોશૂટ કરાવી રહી હતી મોડલ પાસે આવી શાર્ક, કર્યું એવું કે…

Photos : પાણીમાં ફોટોશૂટ કરાવી રહી હતી મોડલ પાસે આવી શાર્ક, કર્યું એવું કે…

 | 2:50 pm IST

એક મોડલની તસવીર હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ છે. મોડલ સુંદર દેખાય છે એટલા માટે નહિ, પણ આ તસવીરો વાઈરલ થવાનું કારણ જાણીને તમે ચોંકી જશો.

હકીકતમાં, બે સપ્તાહ પહેલા કેટરીના જૈરુસ્તકી નામની એક મોડલ પોતાના બોયફ્રેન્ડ સાથે રજાઓ ગાળવા માટે બહામાસ ગઈ હતી. જ્યાં તેમણે સમુદ્રની વચ્ચે ફોટોશૂટ કરાવ્યું હતુ. આ દરિયાન મોડલ સર્ફિંગનો આનંદ માણી રહી હતી, અને ત્યારે એક શાર્કે તેના પર એટેક કર્યો હતો.

જ્યારે મોડલ પાણીમાં હતી, ત્યારે જ તેની આસાપાસ ઢગલાબંધ શાર્ક હતી. તો સર્ફિંગ દરમિયાન શાર્ક પણ શાંતિથી પાણીમાં પડી રહી હતી. પરંતુ અચાનક એક શાર્કે મોડલના હાથના કાંડાને મોંઢામાં જકડી લીધું, અને મોડલ બૂમાબૂમ કરવા લાગી હતી. ત્યારે મોડલે તરત પોતાને પાણીમાંથી બહાર કાઢી હતી. આ બધી તસવીરો મોડલના બોયફ્રેન્ડે કેપ્ચર કરી હતી. જેના બાદ આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા તે જલ્દીથી વાઈરલ થઈ ગઈ હતી.