model Erin Langmade didnt know she was pregnant and gave birth to baby
  • Home
  • Photo Gallery
  • ન ભૂતો ન ભવિષ્યતિ: ન પેટ બહાર આવ્યું ન પિરિયડ બંધ થયા, મોડેલને બાળક આવ્યું કઈ રીતે?

ન ભૂતો ન ભવિષ્યતિ: ન પેટ બહાર આવ્યું ન પિરિયડ બંધ થયા, મોડેલને બાળક આવ્યું કઈ રીતે?

 | 5:41 pm IST

મા બનવાનો એક અનોખો જ કિસ્સો સામે આવ્યો છે. એક મોડેલ વગર પ્રેગ્નેન્સીએ માતા બની ગઈ. એક બાળકીને જન્મ આપ્યો અને એ પણ એકદમ સ્વસ્થ. બાળક અને માતા બન્ને હાલમાં સુરક્ષિત છે. જે મહિલા માતા બની એનું નામ છે એરિન લૈંગમેડ. 23 વર્ષની આ એરિન ઓસ્ટ્રેલિયાની રહેનારી છે. તેણે પોતાના બાળકની તસવીર શેર કરીને આવી ચોંકાવનારી હકીકત જણાવી હતી.

સામાન્ય રીતે મહિલાઓ પ્રેગ્નેન્ટ હોય તો એને તો શું બધાને ખબર પડી જાય. પરંતુ આ મોડેલનું કહેવું છે કે ના તો એને પિરીયડ બંધ થયા કે ન તો બેબી બમ્પ દેખાયો. તેની સાથે બનેલી આવી અજીબ ઘટના વિશે વાત કરતા મીડિયાને મોડેલે જણાવ્યું કે, જ્યારે તે માતા બની ત્યારે તેને ખબર પડી કે તે પ્રેગ્નેન્ટ હતી. તેણે બાથરૂમમાં બાળકને જન્મ આપ્યો છે. તેના પતિ અને નવા જન્મેલા બાળક સાથે એક ફોટો અપલોડ કરીને આ સમગ્ર માહિતી જણાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન