અમેરિકામાં આખરે મોદી અને બાઇડેન રૂબરૂ મળશે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • અમેરિકામાં આખરે મોદી અને બાઇડેન રૂબરૂ મળશે

અમેરિકામાં આખરે મોદી અને બાઇડેન રૂબરૂ મળશે

 | 2:00 am IST
  • Share

એક્સ્ટ્રા કોમેન્ટ – કૃષ્ણકાંત ઉનડકટ

દુનિયાની સૌથી મોટી લોકશાહી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દુનિયાની સૌથી જૂની લોકશાહી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનની રૂબરૂ મુલાકાત આખરે નક્કી થઇ છે. અમેરિકાના વ્હાઇટ હાઉસે સત્તાવાર રીતે એવી જાહેરાત કરી છે કે, આગામી તારીખ ૨૪મી સપ્ટેમ્બર અને શુક્રવારે અમેરિકામાં ક્વાડની શિખર બેઠક યોજાશે. આ બેઠકમાં જો બાઇડેન, નરેન્દ્ર મોદી, જાપાનના વડાપ્રધાન યોશિહિદે સુગા અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન હાજરી આપશે. આ દરમિયાનમાં મોદી અને બાઇડન વચ્ચે પહેલી વખત વન-ટુ-વન બેઠક પણ યોજાશે. આ વર્ષે ૨૦મી જાન્યુઆરીએ જો બાઇડેને અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકેનો ચાર્જ સંભાળ્યો એ પછી ઔબાઇડેન અને મોદીએ ફેન પર વાત કરી છે. વર્ચ્યુઅલ કોન્ફ્રન્સમાં પણ બંને સાથે જોવા મળ્યા છે. બાઇડન પ્રેસિડેન્ટ બન્યા પછી તેમણે પહેલી મલ્ટિનેશનલ કોન્ફ્રન્સ ક્વાડની જ રાખી હતી. આ વર્ષે ૧૨મી માર્ચે ક્વાડની વર્ચ્યુઅલ બેઠક મળી ત્યારે જ જો બાઇડેને એવું કહ્યું હતું કે, બહુ નજીકના ભવિષ્યમાં આપણે બધા રૃબરૃ મળીશું. ચીનને અત્યારે જો કોઇ આંતરરાષ્ટ્રીય સંગઠનનો ડર હોય તો એ ક્વાડ છે. ક્વાડનું નામ પડે એટલે ચીનનાં ભવાં તંગ થઇ જાય છે. ક્વાડનું શિખર સંમેલન એવા સમયે મળી રહ્યું છે જ્યારે એશિયન રિજિયનમાં ઘણાં બધાં સમીકરણો બદલાઇ ગયાં છે. અફ્ઘાનિસ્તાનમાં તાલિબાનોએ સત્તા કબજે કરી એના પછી જે પરિસ્થિતિ સર્જાઇ છે એના વિશે ક્વાડની બેઠકમાં ચર્ચા થવાની છે. ક્વાડ સૌથી વધુ તો ચીનની વિસ્તારવાદી વૃત્તિ અને દાદાગીરીને કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે.

ક્વાડ બેઠક માટે વ્હાઇટ હાઉસની લીલીઝંડી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમેરિકાનો કાર્યક્રમ ઘડાઇ રહ્યો છે. વડાપ્રધાન મોદી તારીખ ૨૨થી ૨૭ સપ્ટેમ્બર સુધી અમેરિકા જાય એવી સંભાવના છે. કોરોનાકાળ પછી મોદીનો આ પહેલો લાંબો વિદેશપ્રવાસ છે. ૨૦૧૪માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા એ પછી આજ દિવસ સુધીમાં તેમણે ૧૦૯ વિદેશપ્રવાસ કરીને ૬૦ દેશોની મુલાકાત લીધી છે. અમેરિકાની વાત કરીએ તો તેઓ છ વખત અમેરિકા ગયા છે. ૨૦૨૦નું વર્ષ એવું હતું જ્યારે વડાપ્રધાન મોદી એકેય દેશની મુલાકાતે ગયા ન હતા. કોરોનાએ એવી સ્થિતિનું નિર્માણ કર્યું હતું કે, કોઇ રૃબરૃ મળી જ ન શકે. તારીખ ૧૩થી ૧૫ નવેમ્બર, ૨૦૧૯ના રોજ વડાપ્રધાન મોદી બ્રાઝિલની મુલાકાતે ગયા હતા. એ પછી તેઓ પૂરા સોળ મહિના પછી આ વર્ષે તારીખ ૨૬ અને ૨૭ માર્ચના રોજ બાંગ્લાદેશની મુલાકાતે ગયા હતા. બાંગ્લાદેશની આઝાદીના પચાસમા વર્ષની ઉજવણીમાં તેમણે હાજરી આપી હતી. હવે છ મહિના પછી મોદી અમેરિકાની મુલાકાતે જઇ રહ્યાં છે.

ક્વાડ એટલે કે ક્વાડ્રીલેટરલ સિક્યોરિટી ડાયલોગની સ્થાપના ૨૦૦૭માં જાપાનના તત્કાલીન વડાપ્રધાન શિંજો આબેએ કરી હતી. આપણે ત્યાં ક્વાડ ચતુર્ભુજ સુરક્ષા સંવાદ તરીકે ઓળખાતું રહ્યું છે. ડિસેમ્બર ૨૦૦૪માં જાપાનમાં ભયંકર ધરતીકંપ અને સુનામીએ હાહાકાર મચાવ્યો હતો. ત્રણ હજારથી વધુ લોકોના ભોગ લેનાર આ દુર્ઘટના પછી અમેરિકા, ભારત અને ઓસ્ટ્રેલિયાએ જાપાનને મદદ કરવા માટે મોટા પાયે અભિયાન શરૃ કર્યું હતું. એ પછીના થોડા જ સમયમાં સોમાલિયામાં દરિયાઇ ચાંચિયાઓએ લૂંટફટ આદરી હતી. જાપાને કુદરતી કે માનવર્સિજત આફ્તોનો સરળતાથી સામનો કરી શકાય એ માટે ક્વાડની રચના કરી હતી. ચારેય દેશ અને સિંગાપોરે જાપાનના ઓકિનાવા ટાપુ પર સૈન્ય અભ્યાસ પણ કર્યો હતો. અલબત્ત, થોડોક સમય એક્ટિવ રહીને ક્વાડ સુષુપ્ત અવસ્થામાં સરી ગયું હતું. દસ વર્ષ સુધી કોઇ જ કામ થયું નહોતું. ૨૦૧૭માં ક્વાડને ફ્રીથી એક્ટિવ કરવામાં આવ્યું. અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીન સામે ક્વાડને ખડું કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.

ક્વાડ સાથે આગામી સમયમાં ઇન્ડોનેશિયા, દક્ષિણ કોરિયા, બાંગ્લાદેશ સહિત અનેક દેશો જોડાય એવી શક્યતાઓ છે. ચીન ક્વાડને પહેલેથી જ ચીનવિરોધી ફ્રંટલાઇન કહેતું આવ્યું છે. થોડા દિવસ અગાઉ તો ચીને ક્વાડને મિની નાટો કહી દીધું હતું. નાટો એટલે કે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન એ ૧૯૪૯માં સ્થપાયેલું યુરોપ અને નોર્થ અમેરિકાના ૩૦ દેશોનું સૈન્ય સંગઠન છે. આ સંગઠન સભ્ય દેશોની સુરક્ષાનું કામ કરે છે. નાટોની સરખામણી ક્વાડ સાથે કરીને ચીન એવું કહેવા માંગતું હતું કે, ક્વાડ તો ચીન સામેનું ચાર દેશોનું મિની સૈન્ય સંગઠન છે. આપણા વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યું કે, ક્વાડની સરખામણી નાટો સાથે કરવી એ કોઇ હિસાબે વાજબી નથી. ક્વાડ અનેક હેતુઓ માટે કામ કરે છે.

ક્વાડના આગામી શિખર સંમેલનમાં હિંદ પ્રશાંત ક્ષેત્રની સુરક્ષા ઉપરાંત કોરોના અને વેક્સિનેશન, કમ્યુનિકેશન ટેક્નોલોજી, ઔસાઇબર સુરક્ષા, ગ્લોબલ ર્વોિંમગ સહિત અનેક મુદ્દે ચર્ચાઓ થવાની છે. અત્યારે હાલત એવી છે કે, ભારત અને અમેરિકા કંઈ પણ કરે એમાં ચીનને કાવતરું જ દેખાય છે. અફ્ઘાનિસ્તાનની તાલિબાન સરકારના કારણે આપણા દેશે સુરક્ષા વિશે વધુ વિચારવું પડે એવો સમય છે. છેલ્લા બે દિવસમાં અમેરિકા અને ભારત તરફ્થી જે મૂવ જોવા મળી છે એ રસપ્રદ છે. બંને દેશોએ અફ્ઘાનિસ્તાનને મદદ કરવાની વાત છેડી છે. તાલિબાન સરકારને માન્યતા આપવાનો તો સવાલ જ નથી, પણ તાલિબાનો સામે નારાજગી હોવા છતાં તેને મદદ કરવામાં આવશે. આવું કરવા પાછળનો ઉદ્દેશ પણ ચીનને અફ્ઘાનિસ્તાનથી બને એટલું દૂર રાખવાનું જ છે. અફ્ઘાનિસ્તાનમાં માનવ અધિકારોના રક્ષણ અને માનવતાના નાતે મદદ અંગે યુનાઇટેડ નેશન્સ દ્વારા યોજવામાં આવેલી વર્ચ્યુઅલ કોન્ફ્રન્સમાં આપણા વિદેશપ્રધાન એસ. જયશંકરે કહ્યું કે, ભારત પહેલાંની જેમ જ અફ્ઘાનિસ્તાનના લોકો માટે કામ કરતું રહેશે પણ શરત માત્ર એટલી છે કે, તાલિબાન હિંસામુક્ત શાસનની સ્થાપના કરે. અમેરિકાએ પણ અફ્ઘાનિસ્તાનને મદદ કરવા વિશે પોઝિટિવ હોવાનું કહ્યું છે. યુનાઇટેડ નેશન્સે અફ્ઘાનિસ્તાનમાં માનવતા અભિયાન માટે બે કરોડ અમેરિકન ડોલર એટલે કે અંદાજે ૧૪૭ કરોડ રૃપિયાની મદદ કરવાનું જાહેર કર્યું છે. અમેરિકા અને ભારતે અફ્ઘાનિસ્તાનને સાવ ચીન તથા પાકિસ્તાનના ભરોસે છોડી દેવું નથી. ક્વાડમાં કામ તો ચીનને ભીંસમાં લેવાનું જ થવાનું છે. અમેરિકા હવે અફ્ઘાનિસ્તાન અને બીજા આંતરરાષ્ટ્રીય ઇશ્યૂમાંથી નવરું પડયું છે એટલે એ ફ્રીથી પોતાનું ધ્યાન ચીન તરફ્ કેન્દ્રિત કરવાનું છે. ચીન કંટ્રોલમાં રહે એ આપણા દેશ માટે જરૃરી છે. ચીનના પગ નીચે રેલો ન આવે ત્યાં સુધી એ સખણું રહે એવું નથી.

ાિૈજરહાટ્વહં.ેહટ્વઙ્ઘાટ્વંજ્રજટ્વહઙ્ઘીજર.ર્ષ્ઠદ્બ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન