ટ્વિટર પર ફોલોઅરની રમતમાં મોદી-ટ્રમ્પ ભાઈ-ભાઈ - Sandesh
  • Home
  • Technology
  • ટ્વિટર પર ફોલોઅરની રમતમાં મોદી-ટ્રમ્પ ભાઈ-ભાઈ

ટ્વિટર પર ફોલોઅરની રમતમાં મોદી-ટ્રમ્પ ભાઈ-ભાઈ

 | 9:45 pm IST

ડિજિટલ એજન્સી ટ્વિપ્લોમેસી નામંક સંસ્થાએ એક ચોંકવાનારું સત્ય બહાર પાડ્યું છે. આ સંસ્થાએ વૈશ્વિક નેતાઓના ટ્વિટર ફોલોઅરના આંકડા સંબંધિત માહિતી જાહેર કરી છે. જેના અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 60 ટકા ટ્વિટર ફોલોઅર નકલી છે. આ યાદીમાં સૌથી ઉપર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ છે, કારણ કે તેમના ફોલોઅર પણ વધુ છે.

પીએમ મોદીના ટ્વિટર ફોલોઅર 4 કરોડ 10 લાખથી વધુ છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વિટર ફોલોઅર 4 કરોડ 79 લાખ છે. ટ્વિપ્લોમેસીના આ રિપોર્ટ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પના 37 ટકા ફોલોઅર નકલી છે. આ તમામ માહિતીઓ ટ્વીટઓડિટ નામંક સંસ્થા દ્વારા એકત્ર કરવામાં આવ્યા છે.

ટ્વિટર ઓડિટના અનુસાર, પીએમ મોદીના પછી નકલી ફોલોઅરની સંખ્યા પોપ ફ્રાંસિસની વધુ છે. માઈક્રો બ્લોગિંગ વેબાસાઇટ ટ્વિટર પર પોપ ફ્રાંસિસના 1 કરોડ 67 લાખ ફોલોઅર છે, જેના અંગે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છેકે તેમાંથી આશરે 59 ટકા નકલી ફોલોઅર છે.

ટ્વિટર ઓડિટ દ્વારા જાહેર કરવામાં આવેલ યાદીની જો વાત કરવામાં આવે તો પહેલા સ્થાન ડોનાલ્ડ ટ્રમ્પ છે જ્યારે બીજા સ્થાન પર પીએમ મોદી છે. ટ્વિપ્લોમેસીનએ ટ્વીટ કરી કહ્યું કે, દુનિયામાં સૌથી વધુ ફોલો કરવામાં આવનાર વર્લ્ડ નેતા અને તેમનવે ફોલો કરનાર નકલી ફોલોઅરની ટ્વિટર ઓડિટ દ્વારા ઓળખ કરવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે, ટ્વિટર ઓડિટ એક ઓનલાઈન પ્લેટફોર્મ છે, જે ફેક ટ્વિટર એકાઉન્ટની ઓળખ કરવાનો દાવો કરતું હોય છે. તમે પણ તેનો ઉપયોગ કરી શકો છો. જો કે ટ્વિટર ઓડિટના આ રિપોર્ટ પર ટ્વિટર તરફથી કોઈ પણ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું નથી.