NIFTY 10,277.70 -44.05  |  SENSEX 33,225.63 +-88.93  |  USD 65.4300 +0.27
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • મનીલામાં મોદીની ટ્રમ્પ સહિત વિશ્વના મોટા નેતાઓ સાથે મુલાકાત

મનીલામાં મોદીની ટ્રમ્પ સહિત વિશ્વના મોટા નેતાઓ સાથે મુલાકાત

 | 12:29 pm IST

ફિલિપિન્સની રાજધાની મનીલામાં આસિયાન બેઠક નિમિત્તે ફિલિપિન્સના પ્રમુખ રાડ્રોગિ દુર્તેતે યોજેલા રાત્રિ ભોજન વેળા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત વિશ્વના મોટા નેતાઓને મળ્યા હતાં. રાત્રિ ભોજન વેળા બધા જ નેતાઓએ એબ્રોટડર્ડ શર્ટ (Barong Tagalong)  પરિધાન કર્યા હતાં, જે ફિલિપિન્સનો નેશનલ ડ્રેસ છે. વડાપ્રધાન મોદી આ ઉપરાંત રાઈસ ફિલ્ડ લેબરેટરીની મુલાકાતે ગયા હતા અને હાથમાં પાવડો લીધો હતો.

લેબોરેટરીમાં મોદીએ વિવિધ પ્રકારના અનાજ વિશે જાણકારી મેળવી હતી. આ પૈકી કેટલીક જાતિને પ્રાકૃતિક આફતમાં ખાસ નુકસાન થતું નથી અને ઓછા પાણીમાં સારા એવા પ્રમાણમાં ઉપજ મળે છે. તમામ 26 દેશોના વડાઓની હાજરીમાં  ફિલિપિન્સના કલાકાર રામા હરિએ તૈયાર કરેલા રામાયણના એક પ્રસંગની પણ રજૂઆત કરી હતી.  મોદી મનીલા આવી પહોંચતા ફિલિપિન્સના પ્રમુખ રોડ્રિગો દુર્તેતેએ તેમનું સ્વાગત કર્યું હતું.

મોદી અને ટ્રમ્પ વચ્ચે ઉષ્માભરી મુલાકાત યોજાઈ હતી તથા બંનેએ થોડી વાર સુધી અવિધિસરની ચર્ચા કરી હતી. રાત્રિ ભોજન વખતે મોદી ચીનના વડાપ્રધાન લી કેકિયાંગ, રશિયાના વડાપ્રધાન દિમિત્રી મેદવેદવ અને મલેશિયાના વડાપ્રધાન નજીબ રજ્જાકને પણ મળ્યા હતાં.