મોદીનો 'ખૂબસૂરત' અંદાજ : પાર્ટી અભી તો શરૂ હુઇ હૈ ! - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • મોદીનો ‘ખૂબસૂરત’ અંદાજ : પાર્ટી અભી તો શરૂ હુઇ હૈ !

મોદીનો ‘ખૂબસૂરત’ અંદાજ : પાર્ટી અભી તો શરૂ હુઇ હૈ !

 | 4:07 am IST
  • Share

લાઈવ વાયરઃ વિનોદ પંડયા

મોદી વિરોધી એવા ટીકાકારો કહે છે કે

ડિમોનિટાઇઝેશનથી કાળું નાણું અટકવાનું નથી. કબૂલ છે. પણ શરૂઆત તો ક્યાંકથી કરવી પડે ને!. ડિમોનિટાઇઝેશનથી બાબુઓ ફ્ફ્ડી ઊઠયા છે. મોદી કહે છે કે લાંબી લડાઇની હજી તો આ શરૂઆત છે

હજારો યાતનાઓ સહન કરીને પણ દેશ સામૂહિકપણે નરેન્દ્ર મોદીની પડખે ઊભો રહી ગયો છે તે દર્શાવે છે કે લોકો ભ્રષ્ટાચાર અને લાંચ રૂશ્વતની કૃત્રિમ સમાજ વ્યવસ્થાથી કેટલા તંગ આવી ગયા છે. ભ્રષ્ટાચાર કાળા નાણાંનો પિતા છે. ધારો કે તમામ જવાબદાર લોકો આવકવેરો ભરી દે અને સરકારી બાબુઓ અને પ્રધાનો એ આવક ચાંઉ કરી જાય તો ટેક્સ ભરવાનું કોઇ ઔચિત્ય રહેતું નથી. દેશના અનેક પ્રમાણિક કરદાતાઓ હમણાં સુધી આ અવઢવથી પીડાતા હતા. કર ભરીને પણ ફયદો શો છે ? એવો સવાલ લોકો પૂછી રહ્યા હતા. ભ્રષ્ટાચારનો ભોરિંગ ત્યાં જ અટકતો નથી. બાબુઓ અને પ્રધાનો મૂળ કામ કરવાને બદલે પ્રજાને રંજાડીને, ડરાવીને પૈસા કમાવાના નવા રસ્તાઓ શોધવામાં રચ્યા પચ્યા રહે છે. આવારા હાકેમોની આ ખૂબ નાની ટકાવારી પોતાની કાળી કમાણી બેન્કમાં જમા કરાવતી નથી. જેમણે લૂંટ જ ચલાવી હોય એ આવકવેરો શું કામ ભરે ? અને ભરે તો બેનંબરી આવક પકડાઇ જાય. લોકશાહીમાં સર્વગ્રાહી વિકાસની, સહુના વિકાસની ભાવના પાયામાં હોય છે. ભારતમાં તેનો સરેઆમ છેદ ઊડાડી મૂકવામાં આવ્યો. અન્ના હઝારેના આંદોલનમાં કરોડો લોકો જોડાયા. સોનિયા ગાંધી એન્ડ હર ફ્લ્સિ (દીકરા-દીકરી)ની પ્રાઇવેટ લિમિટેડ કોંગ્રેસ કંપનીએ એ આંદોલનમાંથી પ્રજાનો કોઇ અવાજ સાંભળ્યો નહીં. ભ્રષ્ટાચારની બાબતમાં ભાજપને પણ હમણાં સુધી સારા માર્કસ મળતા ન હતા. આ વાત સાથે નીતિન ગડકરી સહમત થશે. પણ મોદીએ ડિમોનિટાઇઝેશન દ્વારા દેશમાં એક નવું જોમ ફ્રી પ્રગટાવ્યંુ છે. ભ્રષ્ટાચારી કાગડાઓ ફ્ફ્ડી ઊઠયા છે.

એવું નથી કે ડિમોનિટાઇઝેશન એ દરેક દુઃખની એક માત્ર દવા છે, છતાંં એ કારગર દવા પુરવાર થવાની છે. ડિમોનિટાઇઝેશનને નાણાં મંત્રી અરૂણ જેટલીએ રિમોનિટાઇઝેશન જેવું સરસ નામ આપ્યું છે. સરકાર જેવી પણ કોઇક ચીજ હોય છે અને સરકાર રેઢિયાળ હોય તો સમાજ પણ રેઢિયાળ બની જાય છે. એક એવી માન્યતા મક્કમ બનતી ચાલી હતી કે હવે આ સ્થિતિમાં બીજું કશું થઇ ના શકે. ભ્રષ્ટાચારની બાબતમાં હજી પણ અનેક લોકોના માનસમાં પાકી ખાતરી છે કે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓ કાયમને માટે છે. કારણ કે જે કંઇ ફ્રક પાડી શકે એ સરકાર પાડી શકે અને હમણાં સુધી સરકારો જ ગાયબ હતી. મનમોહનની કોંગ્રેસ સરકારે સામૂહિક ચેતનાને કુંઠિત કરી નાખી હતી. દુનિયાના પ્રમુખ પંુજીપતિઓમાંના એક વોરેન બફેટના પુત્ર હોવાર્ડ જી.બફેટ ભારતના ગરીબો માટેની એક યોજનાની સહાય માટે ભારત આવે છે. મુંબઇ એરપોર્ટ પર કસ્ટમ્સના અને ઇમિગ્રેશનના અધિકારીઓ એમને રોકી રાખે છે અને આ અબજોપતિ પાસેથી રૂશ્વત માગે છે. હોવાર્ડ રૂશ્વત આપે તો જ એમનું નામ ક્લીઅર કરી ભારતમાં પ્રવેશ આપવામાં આવે. હોવાર્ડ માટે આ એક કલ્ચરલ શોક છે. આ ભ્રષ્ટ સમાજ કઇ હદે પહોંચ્યો છે તેનો એને આંચકો લાગે છે. આવ્યા હતા મળવા અને બેસાડી દીધા દળવા. હોવાર્ડ રૂશ્વત આપવાની ના પાડે છે અને કલાકો સુધી એમને મુંબઇ એરપોર્ટ પર ગોંધી રખાય છે. એ પછી યજમાનોમાંથી કોઇક રૂશ્વત આપી દે છે ત્યારે હોવાર્ડને છૂટા કરાય છે. હોવાર્ડે પોતાના પુસ્તક ‘ફેરટી ચાન્સીઝ’માં આ ઘટના લખી છે. અમેરિકાના વિમાન મથકો પર શાહરૂખની બે ત્રણ કલાક તપાસ થાય ત્યારે આખા ભારતને માઠું લાગી જાય છે. એ સલામતી માટેની તપાસ હોય છે, રૂશ્વત માટેની નહીં અને ત્રાસવાદીઓએ આખી દુનિયાને એ રોજની પળોજળમાં મૂકી દીધી છે. તેમાં આટલી કાગારોળ શા માટે ? તેમાં ભારતનું અપમાન ક્યાંથી થયું ? દેશનું અપમાન અને અહિત મુંબઇના એરપોર્ટ પર થયું. હોવાર્ડનું એ પુસ્તક દુનિયાના પુંજી નિવેશકોએ વાંચ્યું હશે. તેઓ ભારતમાં મૂડી રોકાણ કરવાનું વિચારે ખરા ? ક્રિકેટના મેદાનમાં ત્રિરંગો ઝૂલાવતી પ્રજા માટે આવા કારણે જ દયા ઊપજે છે. મોદી સરકારે આજે પણ એ અધિકારીને અને સરકારમાંના એના ત્યારના શેઠને પકડીને દાખલો બેસાડવો જોઇએ. ત્રિરંગો પકડનારા વધુને વધુ સંખ્યામાં કાળા વાવટા પકડશે તો ત્રિરંગાની શાન વધશે. આજે પણ વિશ્વમાં ભારતનો ભ્રષ્ટાચાર મશહૂર છે અને તેને કારણે વિદેશીઓ ભારતમાં મૂડી રોકાણ કરવા આવતા નથી. દેશના આર્થિક વિકાસને તેનાથી ખૂબ મોટો ધક્કો પહોંચે છે.

હદ ત્યારે આવી ગઇ જ્યારે કર્ણાટકમાં ભ્રષ્ટાચારને નવી ઊંચાઇ પર લઇ જનારી મહિલા અધિકારીને રાજ્યના લાંચ-રૂશ્વત વિરોધી ખાતાની મુખ્ય અધિકારી બનાવવામાં આવી.

ગયા વરસે નોઇડામાં યાદવ નામનો સરકારી એન્જિનિયર પકડાયો તેની પાસેથી ૬૦૦થી ૭૦૦ કરોડની બેનામી સંપત્તિ અને રોકડ રકમ મળી આવ્યા. સમાજવાદી પાર્ટીને એ અધિકારી નાણાં પૂરા પાડતો હતો. મધ્ય પ્રદેશમાં અબજોની સંપત્તિના માલિકો બની બેઠેલા અધિકારીઓની લાંબી યાદી છે. સરકારી બાબુઓ એટલા નઠારા બની ગયા છે કે ડિમોનિટાઇઝેશનની સ્કીમમાંથી પણ દલાલી લેવા માંડયા. દિલ્હી રાજ્ય પરિવહન નિગમના અધિકારીઓએ બસભાડાની આવક આ વખતે ૫૦૦ અને ૧૦૦૦ની નોટોના રૂપમાં તિજોરીમાં જમા કરાવી. તામિલનાડુમાં અને બીજા રાજ્યોમાં પણ પરિવહન નિગમોના અધિકારીઓએ આ ચાલાકી કરી. એટલે કોઇકના કાળા નાણાં દલાલીને લઇને સફેદ કરી આપ્યા. તામિલનાડુમાં નિગમના કેટલાક અધિકારીઓને બરતરફ્ કરવામાં આવ્યા છે. દિલ્હીમાં નિગમના અધિકારીઓએ અદકપાંસળી કેજરીની આમ આદમી પક્ષના ભંડોળના નાણાં સફેદ કરી આપ્યા છે.

આવા બેશરમ અને નિંભર લોકોને મોદીએ કાબૂમાં લેવાના છે. આ કાર્ય એક મોટી ચેલેન્જ છે. મોદીના ટીકાકારો કહે છે કે આવા એકાદ પગલાથી ભ્રષ્ટાચાર અને કાળા નાણાંની સંસ્કૃતિ ખતમ નહીં થાય. છતાં પ્રજા સરકાર સાથે છે તેનાથી વડાપ્રધાન ગદ્ગદ્ બની ગયા છે. ગયા મંગળવારે ભાજપના સાંસદો સાથેની મિટિંગમાં એમણે જાહેર કર્યું કે આ તો હજી શરૂઆત છે. કાળા નાણાં અને ભ્રષ્ટાચાર સામે લાંબી અને સઘન લડાઇની શરૂઆત છે. એમણે કહ્યું કે નવા વરસથી નવો દેશ જોવા મળશે. મિટિંગમાં બોલતા બોલતા બે વખત એમના ગળામાં ડૂમો બાજી ગયો.

સંસદમાં આવારા રાજકીય પક્ષોના નેતાઓ સંસદ ચાલવા દેતા નથી તેની સરકારે દરકાર લીધી નથી અને લેવી પણ ના જોઇએ. જિસ કો ડેન્સ નહીં કરના હૈ, વો જાકે અપની ભેંસ ચરાયે ! તુચ્છ લોકોને તુચ્છ સ્થાને બેસાડવા જરૂરી છે. વડાપ્રધાને ભાજપના સાંસદોને કહ્યું કે હું ગરીબોના કલ્યાણ માટે રાજનીતિમાં આવ્યો છું અને કલ્યાણ કરીને જ રહીશ. લોકોએ મને જે ટેકો આપ્યો છે તેની મેં ધારણા રાખી ન હતી.

વડાપ્રધાને લાંબી મઝલ કાપવાની છે. પક્ષમાં પણ નીતિમત્તાને પ્રાથમિકતા આપવી પડશે. યેદીયુરપ્પા જેવાને પણ તુચ્છ ગણવા પડશે. ભાજપના હેવીવેઇટોને પણ કાબૂમાં રાખવા પડશે. મહારાષ્ટ્રના એકનાથ ખડસેને ઘરે બેસાડીને વડાપ્રધાને પોતાના મિજાજનો એક વખત પરચો આપ્યો છે. ડિમોનિટાઇઝેશનની અસર ભ્રષ્ટ અધિકારીઓ, રાજકીય પક્ષોના ભંડોળ અને માફ્યિાઓની તિજોરી પર સૌથી વધુ પડશે. કારણ કે તેઓની આવકનો સોર્સ બેનંબરી હોય છે. આ લોકો બેન્કમાં નાણાં જમા કરાવી શકતા નથી અને તેઓને અચાનક મસમોટી સંખ્યામાં નાણાંની જરૂર પડતી હોય છે. ઉત્તરપ્રદેશના લીકર માફ્યિા પોન્ટી ચડ્ડાએ બેનંબરી નાણાં છુપાવવા માટે અલાયદા સ્ટ્રોંગરૂમ બનાવી રાખ્યા હતા. ભ્રષ્ટાચારી બાબુઓએ જમીન જાયદાદમાં મોટું રોકાણ કર્યું છે. નરેન્દ્ર મોદી એમની પાછળ પડવાના છે, શરૂઆત ડિમોનિટાઇઝેશનથી કરી છે. માઓ ઝે-દોંગે કહ્યું હતું કે જંગલમાં આગ ફેલાવવા માટે પ્રથમ એક ચિનગારી પેટાવવી પડે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો