Modi Govt To Launch Biggest Operation Against Naxals
  • Home
  • Featured
  • નક્સલવાદીઓ પર થશે આકરો પ્રહાર, હાથ ધરાશે અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન

નક્સલવાદીઓ પર થશે આકરો પ્રહાર, હાથ ધરાશે અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન

 | 9:00 pm IST

શહેરી નક્સલ પર ઉભા થયેલા વિવાદ વચ્ચે મોદી સરકાર નક્સલવાદીઓ વિરૂદ્ધ સઘન ઓપરેશન હાથ ધરવા જઈ રહી છે. ઓપરેશન ગ્રીનહંટને વધારે વ્યાપક અને અસરકારક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયમાં નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં મળેલી સફળતાથી ઉત્સાહીત ગૃહમંત્રાલયે હવે સૌથી ખતરનાક નક્સલી વિસ્તારમાં અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન ચલાવવાનો નિર્ણય લીધો છે. તે અમલમાં આવ્યા બાદ આ જ મહિને તમામ અસરગ્રસ્ત જીલ્લાઓના પોલીસ અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે જેથી કરીને નક્સલીઓ વિરૂદ્ધ ઓપરેશનને સારી રીતે અંજામ આપી શકાય. બેઠકની તારીખ આ સપ્તાહે જ નક્કી થશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે એંટી-નક્સલ ઓપરેશનને આખરી ઓપ આપવા માટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડૉભાલ અને ગૃહમંત્રી રાજનાથ સિંહ પોતે કામ કરી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગત વર્ષે છત્તીસગઢમાં સુકમામાં થયેલા હુમલા બાદ નક્સલ પ્રભાવીત વિસ્તાર ઉપરાંત અનેક અસરગ્રસ્ત જીલ્લાઓની મુલાકાત લઈ ત્યાં ગ્રાઉંડ પરથી મળેલા ફીડબેકના આધારે આ ઓપરેશન તૈયાર કરવામાં આવી રહ્યું છે.

સીઆરપીએફને સરકાર આપશે ‘ફ્રી હેંડ’

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સરકાર નક્સલવાદીઓ વિરૂદ્ધ સીઆરપીએફને વધારે ફ્રી હેંડ આપવાના મૂડમાં છે જેથી કરીને નક્સલવાદનો સામનો કરવા માટે આ જવાનોને આક્રમક રીત અપનાવવા કહી શકાય. જોકે નક્સલવાદ વિરૂદ્ધ ઓપરેશનમાં કવર માટે એરફોર્સના જવાનોનો પણ ઉપયોગ કરવાના પ્રસ્તાવને સરકારે આગળ વધારવાનો ઈનકાર કરી દીધો.

20 જીલ્લાઓમાં નક્સવાદ મુક્ત જીલ્લાઓ બનાવવાનો લક્ષ્યાંક

મોદી સરકારે 31 માર્ચ 2019 પહેલા ઓછામાં ઓછા 20 જેટલા જીલ્લાઓ નક્સલવાદથી મુક્ત કરાવવાનું લક્ષ્ય રાખ્યું છે. ગૃહ મંત્રાલયે છત્તિસગઢ, ઝારખંડ, ઓરિસ્સા, બિહાર, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્ર પ્રદેશના એવા 20 જીલ્લાઓ અલગ તારવ્યા છે જેને આ વર્ષે જ નક્સલ મુક્ત કરાવવાના છે.

એટીએમમાં સાંજે 4 વાગ્યા પછી પૈસા નહીં ભરી શકાય

સરકાર એવી પણ યોજના પર પણ કામ કરી રહી છે જેમાં નક્સલ સંગઠનોની ફંડીગ અટકાવી દઈ તેમની કમર તોડવામાં આવે. તેના માટે સરકારે અનેક પગલા ભર્યાં છે. નક્સલ પ્રભાવીત વિસ્તારમાં એટીએમમાં કેશ ભરવા માટે જતી ગાડીઓ લૂંટી લેવાના અહેવાલો સામે આવ્યા બાદ હવેથી તમામ નક્સલ પ્રભાવીત વિસ્તારોમાં સાંજે 4 વાગ્યા બાદ એટીએમમાં પૈસા નહીં જમા કરાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે, ગૃહ મંત્રાલયના આદેશમાં અગાઉ જ જણાવી દેવામાં આવ્યું છે કે, 9 ફેબ્રુઆરી 2019 બાદ શહેરોમાં રાત્રે 9 અને ગામડાઓમાં સાંજે 6 વાગ્યા બાદ એટીએમમાં પૈસા નહીં ભરવામાં આવે.