Modi Government Changed Deadline For Three Scheme
  • Home
  • Business
  • કોરોનાએ એક્સિલેટર દબાવતા જ મોદી સરકારે કરોડો લોકોને આપી રાહત, લીધા 3 મોટા નિર્ણય

કોરોનાએ એક્સિલેટર દબાવતા જ મોદી સરકારે કરોડો લોકોને આપી રાહત, લીધા 3 મોટા નિર્ણય

 | 6:35 pm IST

કોરોનાનાં સંકટને જોતા કેન્દ્ર સરકારે ત્રણ મહત્વની ડેડલાઇ જાહેર કરી દીધી છે. આ ડેડલાઇન તમારા ખિસ્સા સાથે જોડાયેલી છે. આનો ફાયદો સીધો તમને મળવાનો છે. સરકારની મહત્વાકાંક્ષી ઉજ્જવલા યોજનાનાં 7 કરોડથી વધારે લાભાર્થીઓને મફત સિલેન્ડર આપવાની સુવિધાની સમયમર્યાદા સપ્ટેમ્બર સુધી વધારવાને મંજૂરી આપી દેવામાં આવી છે. આ યોજના અંતર્ગત વધુ 3 મહિના મફત સિલેન્ડર પર 13,500 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.

ઑગષ્ટ સુધી પીએફની રકમ આપશે સરકાર

ઉલ્લેખનીય છે કે સરકારે કોરોના સંકટ અને લૉકડાઉનને જોતા ઉજ્જવલા યોજનાનાં લાભાર્થીઓને એપ્રિલથી જૂન સુધી ત્રણ સિલેન્ડર મફત આપવાની જાહેરાત કરી હતી. ઉજ્જવલા યોજના અંતર્ગત દેશનાં ગરીબ પરિવારની મહિલાઓનાં નામે ગેસ કનેક્શન મફતમાં ફાળવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર ઑગષ્ટ સુધી નોકરીદાતાઓ અને કર્મચારીઓનાં ભાગનાં ક્રમશ: 12-12 ટકા પીએફ અમાઉન્ટ ખુદ આપશે. આ યોજના ફક્ત એ ઑર્ગેનાઇઝેશન્સ માટે છે જ્યાં કર્મચારીઓની સંખ્યા 100 સુધી છે અને તેમાં 90 ટકાનું માસિક વેતન 15,000 રૂપિયાથી વધારે નથી.

નવેમ્બર સુધી મફત અનાજ

ઉલ્લેખનીય છે કે સરકાર લૉકડાઉન શરૂ થયા બાદ એપ્રિલથી જ આ સુવિધા આપી રહી છે. સરકારનાં આ નિર્ણયથી 3.67 લાખ નોકરીદાતાઓ અને 72.22 લાખ કર્મચારીઓને રાહત મળશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને વધુ 5 મહિના જુલાઈથી નવેમ્બર, 2020 સુધી લંબાવવામાં આવી છે. આ અંતર્ગત તમામ લાભાર્થી પરિવારોને મફત અનાજ ઉપરાંત આગામી 5 મહિના જુલાઈથી નવેમ્બર, 2020 મહિના 1 કિલો ચણાનું મફત વિતરણ થશે.

આ વિડીયો પણ જુઓ: પંચમહાલના શહેરામાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન