Modi Government Curtails Content From Islamic Country in J&K
  • Home
  • Featured
  • આ ટીવી ચેનલો પર મોદી સરકાર લાલઘુમ, આકરા આદેશ આપતા કહ્યું કે- તો પડી જશે પાટિયા

આ ટીવી ચેનલો પર મોદી સરકાર લાલઘુમ, આકરા આદેશ આપતા કહ્યું કે- તો પડી જશે પાટિયા

 | 5:20 pm IST

કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં કેબલ ટેલિવિઝન ઓપરેટરોને મુસ્લીમ દેશોની પ્રાઈવેટ ચેનલો દર્શાવવાને લઈને ચેતવણી આપી છે. આ મુસ્લીમ દેશોમાં પાકિસ્તાન, તુર્કી અને મલેશિયા ઉપરાંત ઈરનનો પણ સમાવેશ થાય છે.

5 ઓગષ્ટે ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 270 હટાવવાનો નિર્ણય લીધો તો પાકિસ્તાનની સાથો સાથ મલેશિયા અને તુર્કીએ પણ વિરોધ નોંધાવ્યો હતો. જોકે ઈરાન, સાઉદી અરબ અને યૂએઈએ કાશ્મીર મુદ્દે ભારતના નિર્ણયને લઈને કોઈ જ વાંધો ઉઠાવ્યો નહોતો.

સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરી પ્રમાણે કેબલ ટીવી ઓપરેટરોને કેબલ ટીવી નિયમો અંતર્ગત તેમના દાયીત્વને યાદ અપાવવામાં આવ્યું છે.

આ એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે, મંત્રાલયના ધ્યાનમાં આવ્યું છે કે, કેટલાક કેબલ ઓપરેટર પોતાના નેટવર્ક પર મંત્રાલયની પ્રકાશીય યાદી બહારની કેટલીક ચેનલોનું પ્રસારણ કરી રહ્યાં છે. જે સ્પષ્ટ રીતે કેબલ ટીવી નિયમના ઉપનિયમ 6 (6)નું ઉલ્લંઘન છે અને તેના પર તુરંત કાર્યવાહી કરવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે, સૂચના પ્રસારણ મંત્રાલયે 500 થી વધારે ચેનલને માન્યતા આપી છે.

એડવઈઝરી પર સૂચના અને પ્રસારણ મંત્રાલયના સંયુક્ત સચિવ વિક્રમ સહાયના હસ્તાક્ષર પણ છે. એડવાઈઝરીમાં કેબલ ટીવી ઓપરેટરોને ચેતવણી આપવામાં આવી છે કે, જો તે નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમનું લાઈસેન્સ રદ્દ કરવામાં આવશે અને તેમના ઉપકરણો પણ જપ્ત કરવામાં આવી શકે છે. સહાય તાજેતરમાં જ કેબલ ટીવી ઓપરેટરો સાથે બેઠક કરવા માટે શ્રીનગર પહોંચ્યા હતાં.

બેઠકમાં શામેલ એક કેબલ ઓપરેટરે જણાવ્યું હતું કે, અધિકારીઓએ બેઠકમાં કહ્યું હતું કે, ઈરાન, તુર્કી, મલેશિયા અને પાકિસ્તાનની તમામ ચેનલોને બ્લોક કરવામાં આવવી જોઈએ. સૂચના અને પ્રસારણ મંત્રાલયના અધિકારીઓને ઓપરેટરોએ જણાવ્યું હતું કે, તે ઈરાન આધારીત સહર ચેનલ અને સાઉદી અરબના અલ-અરબિયાને ચેનલનું પ્રસારણ કરી રહ્યાં છે. કાશ્મીરની મોટા ભાગની વસતીમાં આ ચેનલના કાર્યક્રમ ખુબ જ લોકપ્રિય છે. શિયા સમુદાયના લોકો આ ચેનલોને ધાર્મિક કાર્યક્રમોના કારણે જુએ છે. 

મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, ઈટરનેટ પર પ્રતિબંધ હોવાના કારણે ઈરાન, તુર્કી, સાઉદી અરબ, મલેશિયા અને પાકિસ્તાનની અનેક ધાર્મિક ચેનલ સ્થાનીક કેબલ ઓપરેટરો દ્વારા કાશ્મીરના ટીવી સેટમાં પોતાનું સ્થાન જમાવી રહ્યાં હતાં. આ બાબતને લઈને સચેત કરવામાં આવ્યા બાદ તેના પર લગામ તાણવવ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન