Modi Government Gives City status to 88 villages
  • Home
  • Business
  • મોદી સરકારનો મોટો નિર્ણય, 20 લાખ લોકોને મળશે મસમોટો ફાયદો

મોદી સરકારનો મોટો નિર્ણય, 20 લાખ લોકોને મળશે મસમોટો ફાયદો

 | 3:47 pm IST

કેન્દ્ર સરકારે રાજધાની દિલ્હીનાં ગામોમાં રહેતાં લોકો માટે એક મોટો નિર્ણય કર્યો છે. પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે રવિવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેઓએ જણાવ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીએ દિલ્હી માટે એક ઐતિહાસિક નિર્ણય લેતાં 88 ગામોને શહેરીકૃત ગામ ઘોષિત કર્યા છે.

તેઓએ આગળ જણાવ્યું કે, કેન્દ્ર સરકારના આ નિર્ણયથી 20 લાખ લોકોને સીધી રીતે લાભ મળશે. આ ગામોમાં રહેતાં લોકોને સારી સુવિધાઓ મળશે, પ્લાન પાસ થશે. અહીં લોકોને સરળતાથી લોન મળી શકશે અને સાથે જ રસ્તાઓ પણ બની શકશે.

ઓક્ટોબર મહિનામાં જ કેન્દ્ર સરકારે એક કેબિનેટ બેઠકમાં દિલ્હીની ગેરકાયદે કોલોનીઓમાં રહેતાં 40 લાખ લોકોને ઘરની માલિકીની હક આપવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હીમાં કુલ 1797 ગેરકાયદે કોલોનીઓ છે. અને સરકારનાં આ નિર્ણયને કારણે 40 લાખ લોકોને તેનો લાભ મળ્યો હતો.

આ વીડિયો પણ જુઓઃ

સ્માર્ટ સિટી સુરતમાં 100થી વધુ વૃક્ષો કપાઇ ગયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન