Modi government gives huge relief to the poor, Rs 500 will be deposited in the account
  • Home
  • Business
  • મોદી સરકારે ગરીબોને આપી મોટી રાહત, આ લોકોના ખાતામાં પણ જમા થશે આટલી રકમ

મોદી સરકારે ગરીબોને આપી મોટી રાહત, આ લોકોના ખાતામાં પણ જમા થશે આટલી રકમ

 | 3:29 pm IST

કેન્દ્ર સરકારે વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખીને ગરીબોને એક મોટી રાહત આપી છે. સરકાર વૃદ્ધાવસ્થા, વિધવા અને દિવ્યાંગ પેંશનધારકોને એક હજાર રૂપિયા વધુ આપશે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આ જાણકારી આપી છે. કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું કે, વૃદ્ધાવસ્થા, વિધવા અને દિવ્યાંગ પેંશનધારકોને સામાન્ય પેંસન સિવાય વધુ 1000 રૂપિયા આપવામાં આવશે. 500 રૂપિયાના પ્રથમ હપ્તામાં મોદી સરકારે 2.82 કરોડ પેંશનધારકો માટે 1400 કરોડ રૂપિયાની રકમ જાહેર કરી છે.

તમને જણાવી દઇએ કે, ગત મહિને કોરોના વાયરસ સંકટને પહોંચી વળવા માટે સરકારે આજે રાહત પેકેજની ઘોષણા કરી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સમાં ગરીબો, મજૂરો, કર્મચારીઓ માટે 1.70 લાખ કરોડના પેકેજનું એલાન કર્યું છે. નાણા મંત્રીએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત વૃદ્ધાવસ્થા, વિધવા અને દિવ્યાંગોને આ કઠોર સમયમાં મુશ્કેલી ના આવે, માટે 1000 રૂપિયા વધુ ત્રણ મહિના સુધી આપવાનું કહ્યું હતું. આ બંન્ને હપ્તામાં ડીબીટી દ્વારા બેન્ક ખાતામાં જશે.

કેન્દ્ર સરકારે 4.07 કરોડ ગરીબ મહિલાઓના જનધન રાહત પેકેજ સ્વરૂપે 3000 કરોડ રૂપિયા મોકલ્યા. કોરોના વાયરસના કારણે લાગૂ રાષ્ટ્રવ્યાપી લોકડાઉનને જોતા કેન્દ્ર સરકારે 4.07 કરોડ ગરીબ મહિલાઓના જનધન ખાતામાં 500-500 કરોડ રૂપિયાનો હપ્તો જમા કરવ્યો.

જનધન લાભાર્થી મહિલાઓને તેમના એકાઉન્ટ નંબરના આધારે પૈસા નિકાળવાની અનુમતિ આપવામાં આવી છે. બેન્કો દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, જે ખાતાધારકોને નંબર 0 અથવા 1 પર પૂર્ણ થાય છે, તેઓ 3 એપ્રિલે પોતાના ખાતામાંથી પૈસા નિકાળી શક્શે. આ સિવાય અન્ય નંબરના ખાતાધારકોને આ દિવસે પૈસા નિકાળવાની અનુમતિ આપવામાં આવી નથી.

આ વીડિયો પણ જુઓ : બનાસકાંઠાના સુઈગામમાં ગૌશાળામાં આગ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન