Modi Government In Full Action Mode To Fight Against Corona Virus
  • Home
  • Corona live
  • કોરોના સામે લડવા માટે મોદી સરકાર એક્શન મોડમાં, કેબિનેટ મંત્રીઓને ઉતાર્યા ‘રણમેદાને’

કોરોના સામે લડવા માટે મોદી સરકાર એક્શન મોડમાં, કેબિનેટ મંત્રીઓને ઉતાર્યા ‘રણમેદાને’

 | 8:50 pm IST

મહામારી કોરોના સામે લડવા માટે મોદી સરકરા એક્શનમાં છે. લોકડાઉન દરમિયાન ગરીબ લોકોને પડનારી આર્થિક મુશ્કેલીઓને દૂર કરવા માટે પહેલા સરકારે રાહત પેકેજની જાહેરાત કરી તો હવે કેબિનેટ મંત્રીઓને રાજ્યોની જવાબદારી આપી છે. રાજ્યોમાં કોઈપણ પ્રકારની કોઈ મુશ્કેલી ના થાય અને સતત ફીડબેક લેવા માટે તમામ કેબિનેટ મંત્રીઓને રાજ્યનાં પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ મંત્રીઓને રાજ્યનાં દરેક જિલ્લાનાં ડીએમ અને અધિકારીઓ સાથે રોજ વાત કરવાની રહેશે.

મંત્રી એ પણ જાણશે કે જિલ્લામાં કોરોના વાયરસનાં કેટલા પોઝિટિવ કેસ છે

તેમણે જાણવાનું રહેશે કે સ્વાસ્થ્ય મંત્રાલય અને ગૃહમંત્રાલયનાં ગાઇડલાઇન્સને અમલમાં મુકવામાં કોઈ મુશ્કેલી આવી રહી છે. તેઓ એ પણ જાણશે કે લોકોને જરૂરી સામાનોની મુશ્કેલી તો નથી થઈ રહી. મંત્રી એ પણ જાણશે કે જિલ્લામાં કોરોના વાયરસનાં કેટલા પોઝિટિવ કેસ છે. કેટલા ક્વોરન્ટીનમાં છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ જેવી મોટી મહામારીને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર સતત મોટા પગલા ઉઠાવી રહી છે.

 21 દિવસનાં લોકડાઉનનો આજે બીજો દિવસ છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મંગળવારનાં જાહેરાત કરવામાં આવેલા 21 દિવસનાં લોકડાઉનનો આજે બીજો દિવસ છે. દેશનાં અલગ-અલગ ભાગોમાં જરૂરી સામાન લેવા માટે લોકો રસ્તાઓ પર જોવા મળ્યા. જો કે આ દરમિયાન લોકોને મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે. આ પહેલા કોરોના વાયરસ સામે ઝઝુમતા દેશવાસીઓ માટે કેન્દ્ર સરકારે ગુરૂવારે મોટી જાહેરાત કરી.

 1.70 લાખ કરોડ રૂપિયાનાં પેકેજની જાહેરાત

કેન્દ્ર સરકારે લોકડાઉનથી સૌથી વધારે પ્રભાવિત થનારા ગરીબ, ખેડૂત, ગરીબ, મહિલા, સીનિયર સિટીઝનને રાહત માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત 1.70 લાખ કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું. સરકારની જાહેરાતમાં કહેવામાં આવ્યું કે 20 કરોડ મહિલા જનધન એકાઉન્ટ ધારકોને આવતા ત્રણ મહિના સુધી 500 રૂપિયા પ્રતિ મહિનાની રકમ આપવામાં આવશે.

આ વિડીયો પણ જુઓ: સીનીયર સીટીઝન લોકોને મદદરૂપ થવા માટે પશ્ચિમ કચ્છ પોલીસે પહેલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન