Modi Government Lifts Export Ban on Ventilators
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • કોરોનાના કહેર વચ્ચે વેન્ટિલેટર મામલે ભારત બન્યું ‘આત્મનિર્ભર’, નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો

કોરોનાના કહેર વચ્ચે વેન્ટિલેટર મામલે ભારત બન્યું ‘આત્મનિર્ભર’, નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો

 | 2:32 pm IST
  • Share

દેશમાં કોરોના કાળની વચ્ચે ભારતે વેન્ટિલેટરને લઈ મોટી છલાંગ લગાવી છે. વેન્ટિલેટર બનાવવા મામલે હવે ભારતને કોઈની જરૂર નહીં પડે. વેન્ટિલેટરને લઈ ભારત હવે આત્મનિર્ભર બની ગયું છે. દેશમાં શરૂઆતમાં કોરોનાનાં કેસો સામે આવતાં 24 માર્ચથી વેન્ટિલેટરના નિકાસ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. પણ દેશમાં હવે પૂરતી માત્રામાં વેન્ટિલેટર બનતાં સરકારે નિકાસ પરનો પ્રતિબંધ હટાવી દીધો છે.

છેલ્લા એક મહિનાથી એસોસિયેશન ઓફ ઈન્ડિયન મેડિકલ ડિવાઈઝ ઈન્ડસ્ટ્રી (AIMED) વેન્ટિલેટર્સના નિકાસ પરના પ્રતિબંધને દૂર કરવાની માગ કરી રહ્યું હતું. અને વેન્ટિલેટરના નિકાસ માટે મંજૂરી આપવા પણ માગ કરતું હતું. જેને સરકારે મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને કહ્યું કે, હાલ કોરોના મૃત્યુદર 2.15 ટકા છે, અને તેને ઓછો કરવાના પ્રયાસ ચાલુ છે. હવે વેન્ટિલેટરની જરૂર ખુબ ઓછી પડે છે. 31 જુલાઈ સુધી ફક્ત 0.22 ટકા કોરોનાનાં સક્રિય કેસોમાં જ વેન્ટિલેટરનો ઉપયોગ થયો હતો. જેને કારણે ઓગસ્ટમાં વેન્ટિલેટરના નિકાસને મંજૂરી આપી દીધી છે.

કોરોના મહામારી શરૂ થતાં જ ભારતમાં મોટી માત્રામાં વેન્ટિલેટર બનાવવાની શરૂઆત થઈ ગઈ હતી. જુલાઈ સુધીના અંત સુધીમાં નિર્માતાઓ પાસે વેન્ટિલેટરની ભરમાર થઈ ગઈ હતી. અને હવે સપ્લાયની સામે ડિમાન્ડ ઘટી રહી છે. અને સ્ટોક પડી રહ્યો છે. જેને કારણે નિકાસને મંજૂરી આપવા માટે AIMEDએ રજૂઆત કરી હતી.

સરકારે વેન્ટિલેટરના નિકાસને મંજૂરી આપતાં ભારત માટે વિદેશમાં નવું માર્કેટ ઉભું થશે. જેને કારણે અનેક નોકરીઓ અને ઈન્ડસ્ટ્રીયલ ગ્રોથ પણ વધશે તેવું કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું.

આ વીડિયો પણ જુઓઃ UPના કેબિનેટ મંત્રીનું કોરોનાથી મોત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન