Modi Government Offered Deal To Zakir Naik Says Congress
  • Home
  • Featured
  • ઝાકિર નાઇકને મોદી સરકારે આપી હતી મોટી ઑફર! Video શેર કરીને કૉંગ્રેસે માગ્યો જવાબ

ઝાકિર નાઇકને મોદી સરકારે આપી હતી મોટી ઑફર! Video શેર કરીને કૉંગ્રેસે માગ્યો જવાબ

 | 7:13 pm IST

મની લૉન્ડ્રિંગનાં આરોપી ઝાકિર નાઇકને લઇને કૉંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ઘમાસણ ચાલી રહ્યું છે. પહેલા બીજેપીએ કૉંગ્રેસ પર આરોપ લગાવ્યો કે તેઓ ઝાકિર નાઇકનું સમર્થન કરે છે. ત્યારબાદ કૉંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે પલટવાર કરતા કહ્યું કે મોદી અને શાહે ઝાકિર નાઇકને એક ડીલ ઑફર કરી હતી. દિગ્વિજય સિંહે કહ્યું કે, “ઝાકિર નાઇકે નિવદન આપ્યું હતુ કે મોદી અને શાહે તેને આર્ટિકલ 370 હટાવવાની વાતનું સમર્થન કરવાની વાત કહી હતી. એટલું જ નહીં ઝાકિર નાઇકને આ કામનાં બદલામાં તેની સામે ચાલી રહેલા કેસ બંધ કરવાની પણ ઑફર આપવામાં આવી હતી.”

કૉંગ્રેસ અને નાઇક વચ્ચે હંમેશાથી સારા સંબંધો – બીજેપી

ઉલ્લેખનીય છે કે ઝાકિર નાઇક પર મની લૉન્ડ્રિંગનાં અનેક કેસો ચાલી રહ્યા છે અને તે ભારતથી ફરાર છે. આ ઉપરાંત વિવાદાસ્પદ નિવેદનોનાં કારણે પણ ચર્ચામાં રહે છે. બીજેપી પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કૉંગ્રેસ અને દિગ્વિજય સિંહ પર આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતુ કે, “કૉંગ્રેસ અને નાઇક વચ્ચે હંમેશાથી સારા સંબંધો રહ્યા છે.” હવે દિગ્વિજય સિંહે આના પર સ્પષ્ટતા આપી છે. એટલું જ નહીં, બીજેપીએ એ પણ આરોપ લગાવ્યો છે કે ખુદ દિગ્વિજય સિંહ ઝાકિર નાઇકને શાંતિ દૂત કહીને બોલાવતા રહ્યા છે.

મોદી-શાહે કેમ ના કરી નાઇકનાં નિવેદનની નિંદા?

આ આરોપો પર જવાબ આપતા દિગ્વિજય સિંહે કહ્યું કે, “સપ્ટેમ્બર 2019માં ઝાકિર નાઇકે એક નિવેદનમાં કહ્યું હતુ કે મોદીજી અને શાહજીએ પોતાનો એક દૂત મોકલ્યો હતો. તેના માધ્યમથી ઝાકિર નાઇકને કહેવામાં આવ્યું હતુ કે તે આર્ટિકલ 370ને હટાવવાનું સમર્થન કરે. આના બદલામાં તેની વિરુદ્ધ તમામ કેસ બંધ કરી દેવામાં આવશે અને તેને ભારત આવવા દેવાશે. મોદીજી અને શાહજીએ ઝાકિર નાઇકનાં આ નિવેદનની નિંદા કેમ ના કરી?”

કૉંગ્રેસ ઝાકિર નાઇકનાં ટ્રસ્ટથી ફંડ લેતી હોવાનો આરોપ

દિગ્વિજય સિંહે ઝાકિર નાઇકનો એક વિડીયો ટ્વિટર પર શેર કરતા પીએમ મોદી અને અમિત શાહ પર પ્રહાર કર્યો હતો. ત્યારબાદ બીજેપીએ આરોપ લગાવ્યો હતો કે કૉંગ્રેસ ખુદ ઝાકિર નાઇકનાં ટ્રસ્ટથી ફંડ લઈ રહી છે. તેમણે કહ્યું કે, “કૉંગ્રેસે ક્યારેય પણ સત્તાવાર રીતે ડૉ. ઝાકિર નાઇકનું સમર્થન નથી કર્યું.” જો કે દિગ્વિજય સિંહે માન્યું કે તેમણે મુંબઈમાં નાઇકનાં મંચથી એક સાંપ્રદાયિક સદભાવ સંમેલન સંબોધિત કર્યું હતુ.

આ દરમિયાન નાઇકના દાવાઓને લઇને મોદી સરકારની વિરુદ્ધ દિગ્વિજય સિંહનાં હુમલા પર બીજેપી મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ પણ વળતો પ્રહાર કર્યો. વિજયવર્ગીયએ કહ્યું કે, “હું મોદી અને શાહની ટીમનો વ્યક્તિ છું, પરંતુ મને આની કોઈ જાણકારી નથી. દિગ્વિય ખોટી અફવા ફેલાઇને દેશનું વાતાવરણ ગંદુ કરી રહ્યા છે.”

આ વિડીયો પણ જુઓ: દિલ્હી વિધાનસભાની ચૂંટણી, આપ પાર્ટીએ જાહેર કરી ઉમેદવારોની યાદી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન