મોદી સરકારે અમારા પર અનિલ અંબાણી સાથે ભાગીદારીની શરત લાદી હતી : દસોલ્ટ - Sandesh
  • Home
  • World
  • મોદી સરકારે અમારા પર અનિલ અંબાણી સાથે ભાગીદારીની શરત લાદી હતી : દસોલ્ટ

મોદી સરકારે અમારા પર અનિલ અંબાણી સાથે ભાગીદારીની શરત લાદી હતી : દસોલ્ટ

 | 1:11 am IST

। લંડન ।

ફ્રાન્સના ન્યૂઝ પોર્ટલ મીડિયા પાર્ટે એક અહેવાલમાં રાફેલ યુદ્ધવિમાનની ઉત્પાદક દસોલ્ટ એવિએશનના ડેપ્યુટી સીઈઓને એમ કહેતાં ટાંક્યા છે કે, ભારત અને ફ્રાન્સ વચ્ચેના ૩૬ રાફેલ વિમાનના સોદામાં ડિર્સ્ચાિંજગ ઓફસેટ કંપની તરીકે અનિલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સ સાથે કરાર કરવાની મોદી સરકાર દ્વારા શરત લદાઈ હતી. મે ૨૦૧૭માં દસોલ્ટ એવિએશનના ડેપ્યુટી સીઈઓ લોક સેગાલિને પોતાના કર્મચારીઓને જણાવવ્યું હતું કે, ભારત સાથે કરાર કરવા માટે આ શરત લાદવામાં આવી હતી.

મીડિયા પાર્ટે દાવો કર્યો છે કે અમારી પાસે દસોલ્ટ કંપનીના આંતરિક દસ્તાવેજો છે, જેમાં નાગપુરથી ૧૧ મે ૨૦૧૭ના રોજ દસોલ્ટ રિલાયન્સ એરોસ્પેસ લિ.ના જોઇન્ટ વેન્ચર પર રજૂઆત કરતાં સેગાલિને જણાવ્યું હતું કે, ભારત પાસેથી રાફેલનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે દસોલ્ટ માટે આ શરત ફરજિયાત બની હતી.

અમે અમારી મરજીથી અનિલ અંબાણીની કંપનીની પસંદગી કરી હતી : દસોલ્ટનો ખુલાસો

દસોલ્ટ એવિએશને જણાવ્યું હતું કે, ભારત અને ફ્રાન્સ વચ્ચે થયેલા ૩૬ રાફેલ યુદ્ધવિમાનના સોદામાં ઓફસેટ પાર્ટનર તરીકે અનિલ અંબાણીની કંપનીની પસંદગી અમે અમારી મરજીથી કરી છે. રિલાયન્સ ડિફેન્સની પસંદગી બે દેશોની સરકારો વચ્ચે થયેલા કરારનાં માળખામાં રહીને જ રિલાયન્સ ડિફેન્સની પસંદગી કરાઈ છે. દસોલ્ટ દ્વારા જારી કરાયેલાં અખબારી નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, ભારત અને ફ્રાન્સની બે સરકારો વચ્ચે થયેલા કરારનાં માળખા અંતર્ગત દસોલ્ટ એવિએશને ભારતને ૩૬ યુદ્ધવિમાન વેચ્યાં છે. ભારતીય નિયંત્રણોને આધીન રહી દસોલ્ટે જોઇન્ટ વેન્ચરની રચના કરી હતી અને પોતાની મરજીથી ભાગીદારી માટે ભારતનાં રિલાયન્સ ગ્રૂપની પસંદગી કરી હતી. આ જોઇન્ટ વેન્ચરની રચના ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ કરાઈ હતી.