Modi Government plan for Exports Increase announces Money scheme
  • Home
  • Featured
  • શું નિકાસ દૂર કરશે આર્થિક સુસ્તી? US-ચીનને ધ્યાનમાં રાખી મોદી સકરકારે ઘડ્યો આ પ્લાન

શું નિકાસ દૂર કરશે આર્થિક સુસ્તી? US-ચીનને ધ્યાનમાં રાખી મોદી સકરકારે ઘડ્યો આ પ્લાન

 | 7:14 pm IST

છેલ્લા અમુક સમયથી દેશની આર્થિક વિકાસની ગતિ ધીમી પડી છે. તેથી આ સુસ્તીને દુર કરવા માટે કેન્દ્ર સરકાર એક્સપોર્ટ એટલે કે નિકાસને પ્રોત્સાહન આપવા પર વધુ ભાર આપી રહી છે. આ દિશામાં શનિવારે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે એક પ્રેસ કોન્ફરન્સ કરી મોટી જાહેરાતો કરી છે.

દર વર્ષે થશે મેગા શોપિંગ ફેસ્ટિવલ:

નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે હવેથી દર વર્ષે દેશમાં મેગા શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે. તેમને કહ્યું કે 2020થી આ ફેસ્ટિવલનું આયોજન દેશના 4 શહેરોમાં કરવામાં આવશે. આ ફેસ્ટિવલ જેમ્સ એન્ડ જ્વેલરી, યોગા એન્ડ ટુરિઝમ, ટેસ્કટાઇલ એન્ડ લેધર જેવા ક્ષેત્રોથી જોડાયેલ હશે.

પોર્ટ્સ પર ગુડ્સના ક્લિયરિંગમાં તેજી:

નાણાપ્રધાને કહ્યું કે સરકાર હવે એક્સપોર્ટની પ્રક્રિયામાં લાગતા સમયને ઘટાડવા પર વિચાર કરી રહી છે. એટલે કે પોર્ટ પર નિકાસના સમયે જે પ્રક્રિયા અપનાવવામાં આવી રહી છે. તેને વધુ સરળ બનાવવામાં આવશે. જેથી દેશની નિકાસમાં વધારો થશે. તેમને ચીન અને અમેરિકાનો દાખલો આપતા કહ્યું કે ત્યાં નિકાસની પ્રક્રિયામાં 1 દિવસથી પણ ઓછો સમય લાગે છે જ્યારે આપણા દેશમાં 1 દિવસથી વધુનો સમય થયા છે.

RoDTEP સ્કીમનું 2020માં લોન્ચિંગ:

આ સિવાય નાણાપ્રધાને કહ્યું કે એક્સપોર્ટને પ્રોત્સાહન આપવા માટે 2020માં સરકારે નિકાસ પ્રોડક્ટ્સ અને ડ્યુટી અને ટેક્સ પર છૂટ(RoDTEP) સ્કીમને લોન્ચ કરવાનો નિર્યણ કર્યો છે. આ સ્કીમ હેઠળ સરકારી ભંડોળ પર લગભગ 50,000 કરોડનો ભાર પડવાનો અનુમાન છે. આ સ્કીમ 1 જાન્યુઆરીથી મર્ચેન્ડાઇઝ એક્સપોર્ટ્સ ફ્રોમ ઇન્ડિયા સ્કીમ(MEIS)નું સ્થાન લેશે.

ઇ-રિફંડ જલ્દી લાગૂ થશે:

નાણામંત્રીએ જણાવ્યું કે એક્સપોર્ટમાં ઇ-રિફંડ જલ્દી લાગૂ કરવામાં આવશે. આ સાથે એક્સપોર્ટ ક્રેડિટ ઇન્શ્યોરન્સ સ્કીમ(ECGC) નિકાસ ઋણ વીમા યોજનાનું વિસ્તાર કરશે. જોકે સરકારના આ નિર્ણયથી વાર્ષિક 1,700 કરોડ રૂપિયાનો ભાર વધશે. પ્રાથમિકતા વાળા સેક્ટર હેઠળ એક્સપોર્ટ માટે 36,000 કરોડથી 68,000 કરોડ રૂપિયા વધુ ખર્ચ કરવામાં આવશે.

આ વીડિયો પણ જુઓ: સામી ડેમને 3 મીટર સુધી ભરવાની સરકારે લીલીઝંડી 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન