Modi Government Plan to give rs.4000 to Farmer Before Election
  • Home
  • Featured
  • મોદી સરકારનો મોટો દાવ, 2019ની લોકસભા ચૂંટણી પહેલા ખેડૂતો થશે માલામાલ

મોદી સરકારનો મોટો દાવ, 2019ની લોકસભા ચૂંટણી પહેલા ખેડૂતો થશે માલામાલ

 | 9:00 pm IST

મોદી સરકાર લોકસભા ચૂંટણી પહેલા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં એક સાથે 4 હજાર રૂપિયા નાખવાની તૈયારી કરી રહી છે. વચગાળાના બજેટમાં જાહેર પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને બે કિસ્તની ચુકવણી મોદી સરકાર એક સાથે કરવાની તૈયારીમાં છે. જો આવું થશે તો ખેડૂતોના ખાતામાં 4000 રૂપિયા જમા થશે.

તમને બતાવી દઈએ કે નાણાપ્રધાન પીયૂષ ગોયલ દ્વારા 1લી ફેબ્રુઆરીના રોજ વચગાળાના અંતરિમ બજેટમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પીએમ-કિસાન) નામની પ્રત્યક્ષ આવક સહાયતા યોજનાની ઘોષણા કરવામાં આવી હતી. આ યોજના હેઠળ લગભગ 12 કરોડ નાના અને ગરીબ ખેડૂતોને પ્રતિ વર્ષ 6000 રૂપિયાની ચુકવણી કરવામાં આવશે એવી જાહેરાત થઈ હતી. આ રકમ ડાયરેક્ટ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ત્રણ હપ્તાઓમાં આપવામાં આવશે. બે હેક્ટરની માલિકી વાળા ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકશે.

પીયૂષ ગોયલે એમ પણ કહ્યું હતું કે આ યોજના ચાલુ નાણાકીય વર્ષમાં 1લી દિસેમ્બર 2018ના રોજથી શરૂ કરવામાં આવશે અને માર્ચ 2019 સુધી યોજનાની પહેલો હપ્તો 2000 રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે. કૃષિ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે,‘રાજ્ય સરકારો પાત્ર કિસાનોની ઓળખ કરવાની પ્રક્રિયામાં છે અને અપેક્ષા છે કે લાભાર્થિઓની શરૂઆતી યાદી જલ્દી તૈયાર થઈ જશે.’ ઉપરાંત તેમને કહ્યું કે,‘કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા કેટલાક રાજ્યોમાં ભૂમિ રિકોર્ડને ડિજિટલ કરવામાં આવ્યા છે. તેલંગણા, ઓડિશા અને ઝારખંડ પાસે પણ આંકડા છે. કારણ કે આ રાજ્યોએ પણ આ પ્રકારની યોજાનાઓની ઘોષણા કરી છે.’

આ સિવાય અધિકારીએ કહ્યું કે,‘સરકાર લોકસભાની ચૂંટણી પહેલા બે કિશ્ત આપવાની તૈયારી કરી રહી છે. જે રૂ.4000 થશે. જોકે આ યોજનાને ચાલુ નાણાકીય વર્ષમાં અમલમાં મૂકવામાં આવી રહી છે. તેથી આગામી મહિને કોઈ પણ સમયે ચૂંટણી આદર્શ આચાર સંહિતા લાગૂ થયા પછી પણ આ યોજનાના અમલીકરણ પણ અસર નહીં થાય.’ નોંધનીય છે કે દિસેમ્બર,2018 અને 31મી જાન્યુઆરી 2019 વચ્ચે ટ્રાંસફર થયેલ ભૂમિનું સ્વામિત્વ રાખનાર વ્યક્તિઓ આ યોજના હેઠળ લાભ લઈ શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન