Modi Government Planning To Launch UBI Scheme
  • Home
  • Featured
  • મોદી સરકારનો પટારો ખૂલશે, આ લોકોના ખાતામાં સીધા જ જમા થઇ જશે આટલા રૂપિયા!

મોદી સરકારનો પટારો ખૂલશે, આ લોકોના ખાતામાં સીધા જ જમા થઇ જશે આટલા રૂપિયા!

 | 9:51 am IST

સામાન્ય વર્ગના ગરીબ લોકોને સરકારી નોકરીઓ અને શિક્ષણ માટે 10 ટકા અનામતની મોદી સરકારે જાહેરાત કરી. ત્યારબાદ હવે કેન્દ્ર સરકાર દેશના ગરીબ અને ખેડૂતો માટે મોટી યોજનાઓનો પટારો ખોલવાનું વિચારી રહ્યું છે.

2019ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા સરકાર બીપીએલ શ્રેણીના નાગરિકોને ‘યુનિવર્સલ બેઝિક ઇનકમ’ (UBI) દ્વારા એક ચોક્કસ રકમ સીધી તેમના ખાતામાં ટ્રાન્સફર કરવાનું વિચારી રહી છે. આ સિવાય ખેડૂતોને પણ સીધો લાભ પહોંચાડવા માટે ઇન્વેસ્ટમેન્ટ સપોર્ટ સિસ્ટમની યોજના અમલમાં લાવી શકે છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કેન્દ્રની મોદી સરકાર ગરીબી રેખા નીચે આવતા લોકો માટે UBIની અંતર્ગત દર મહિને 2500 રૂપિયા આપવાની જાહેરાત કરી શકે છે. બીપીએલ શ્રેણીના લોકોને મળનાર તમામ સબસિડી જેમાં એલપીજી, ખાવા-પીવાનો સામાન અને બીજા સંસાધન સામેલ છે જેને ખત્મ કરી તેની સંપૂર્ણ રકમ ખાતામાં નંખાશે.

મળતી માહિતી પ્રમાણે UBI દ્વારા મળનાર આ રકમથી એક પરિવારના પાંચ સભ્યોના પોષણ સંબંધિત જરૂરિયાતોને પૂરી કરી શકાશે.

સરકાર તેના માટે 2019માં એપ્રિલથી જૂન માટે લગભગ 32000 કરોડ રૂપિયાનું મેનેજમેન્ટ કરી શકે છે. દેશમાં બીપીએલ લોકોની સંખ્યા ધારણા પ્રમાણે કુલ વસતીના લગભગ 27.5 ટકા છે.

આ સિવાય કેન્દ્ર સરકાર ખેડૂતોને એક એકર મુજબ 4000 રૂપિયા સીધા ખાતામાં જમા કરાવી શકશે. આ રકમ રવિ અને ખરીફ પાકના સમયે ખેતીમાં મદદરૂપ થવા માટે આપશે. કહેવાય છે કે સરકાર ખેડૂતોને મળનાર સબસિડીને ખત્મ કરી પૈસા સીધા તેમના ખાતામાં જમા કરશે. જો કે સ્કીમનું અસલી રૂપ જુલાઈમાં ખેતી દરમ્યાન ઉભરીને આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.