Modi Government Plans to sell 10 % Stake in MIDHANI
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • હવે આ કંપનીમાં પણ પોતાનો હિસ્સો વેચવાની તૈયારી કરી રહી છે મોદી સરકાર

હવે આ કંપનીમાં પણ પોતાનો હિસ્સો વેચવાની તૈયારી કરી રહી છે મોદી સરકાર

 | 4:06 pm IST

મોદી સરકાર વધુ એક પબ્લિક સેક્ટરના અંડરટેકિંગમાં હિસ્સો વેચવાની તૈયારીમાં છે. સંબંધિત અધિકારીઓના જણાવ્યા મુજબ મોદી સરકાર (Modi Government) ચાલુ નાણાકીય વર્ષમાં સંરક્ષણ PSU મિશ્રા ધટુ નિગમ લિમિટેડ (MIDHANI)માં 10 ટકા હિસ્સો વેચી શકે છે. આ કંપની એપ્રિલ 2018માં શેર બજારમાં લિસ્ટ થઈ હતી.

438 કરોડ એકત્ર કર્યા હતા

સરકારે તેમાં 26 ટકા હિસ્સો વેચીને IPO લાવ્યા હતા અને તેમાંથી 438 કરોડ રૂપિયા ઉભા કર્યા હતા. સંબંધિત અધિકારીઓના જણાવ્યા મુજબ સરકારે તાજેતરમાં ઓટોમેટિક રૂટ દ્વારા સંરક્ષણ ક્ષેત્રમાં 74% FDIને મંજૂરી આપી હતી. આવી સ્થિતિમાં મિધનીનાં શેર રોકાણકારોને લોભાવવામાં સફળ રહેશે.

સંરક્ષણ અને પરમાણુ ક્ષેત્ર માટે કામ

તમને જણાવી દઈએ કે મિધાની કંપની ખાસ સ્ટીલ બનાવે છે જેનો ઉપયોગ સંરક્ષણ, પરમાણુ અને અવકાશ ક્ષેત્રે થાય છે. સરકાર આ કંપનીમાં વધુ 10 ટકા હિસ્સો વેચશે. આ અઠવાડિયે બીએસઈ સેન્સેક્સ પર તેના શેરનો ભાવ 193.50 રૂપિયા ઉપર બંધ રહ્યો હતો. જો સરકાર આ ભાવે 10% હિસ્સો વેચે છે, તો તેને 360 કરોડ રૂપિયા મળશે.

આ વીડિયો પણ જુઓઃ કોરોના કહેર વચ્ચે ભાજપના નેતાઓના તાયફા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન