Modi Government reduced Corporate Tax for Manufacturing Companies
  • Home
  • Business
  • સરકારે અમથો કોર્પોરેટ ટેક્સ નથી ઘટાડ્યો, ચીનને ભારે પડી શકે છે ભારતનો આ દાવ

સરકારે અમથો કોર્પોરેટ ટેક્સ નથી ઘટાડ્યો, ચીનને ભારે પડી શકે છે ભારતનો આ દાવ

 | 9:47 am IST

સરકારે નવી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે 15 ટકા કોર્પોરેટ ટેક્સની જાહેરાત કરી છે. બજાર વિશ્લેષકોમાં મોટા ભાગે સરકારના આ નિર્ણયના વખાણ કર્યા છે અને આર્થિક મંદીની હવાને દૂર કરવા માટે યોગ્ય ઉકેલ ગણાવ્યો છે.

સરકાર દ્વારા કોર્પોરેટ ટેક્સમાં ઘટાડાના પાછળના કારણોમાં મહત્વનું એક કારણ એ પણ માનવામાં આવી રહ્યું છે કે સરકાર ચીનમાં કામ કરી રહેલી એવી કંપનીઓને ભારત આવવા આકર્ષવા માંગે છે જે ચીન-અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરના કારણે ચીનથી શિફ્ટ થવા વિચારી રહી છે. સેસ અને સરચાર્જ સાથે આવી કંપનીઓને 17 ટકા ટેક્સ ચૂકવવો પડશે. સરકારના આ મોટા નિર્ણયથી ભારતમાં મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે ટેક્સ દરો વિયતનામ અને મ્યાંમાર જેવા દક્ષિણ-પૂર્વ એશિયાઇ દેશોના સમકક્ષ થઈ જશે.

ચીનમાંથી દિગ્ગજ કંપનીઓનું સ્થાનાંતરણ:

ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરના કારણે છેલ્લા એક વર્ષમાં એપલ, ડેલ અને એચપી સહિત લગભગ 50થી વધુ બહુરાષ્ટ્રીય કંપનીઓ ચીનમાંથી આંશિક રીતે શિફ્ટ થઈ છે અથવા તેમના પ્રોડક્શન બેસને કોઈ અન્ય દેશમાં સ્થાનાંતરિત કરી રહી છે. ચીનની મલ્ટીનેશનલ ઇલેક્ટ્રોનિક્સ કંપની ટીસીએલ એ પણ તેના ટીવી પ્રોડક્શનને વિયતનામમાં શિફ્ટ કર્યું હોવાના સમાચાર છે. જ્યારે ચીનની સાઇલુન ટાયર પણ મેન્યુફેક્ચરિંગ થાઇલેન્ડ લઈ જઈ રહી છે.

સરકારે વધુ યોગ્ય પગલા લેવાની જરૂર:

બજાર વિશ્લેષકોનું માનવું છે કે નવી કંપનીઓ માટે 15 ટકા કોર્પોરેટ ટેક્સ મોટી રાહત છે. જે કંપનીઓ ચીનથી ભારત આવવા માંગે છે. તેમના માટે આ સામાન્ય અવધિમાં નિર્ણાયક સાબિત થશે. વિશ્લેષકોએ કહ્યું કે આ વિશે સરકારે હજી ઘણું બધું કરવાની જરૂર છે. અપર્યાપ્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જમીનની ખરીદમાં લાંબી પ્રક્રિયા, સખત મજૂર કાયદો અને જંગી ટેક્સ દરોના કારણે વિશ્વની બહુરાષ્ટ્રીય કંપનીઓ ભારત આવવાની જગ્યાએ બીજા દક્ષિણ-પૂર્વ એશિયાઇ દેશોમાં પ્લાન્ટ લગાવવાનું પસંદ કરે છે.

આ વીડિયો પણ જુઓ: મુંબઈમાં વધુ એક હીરા વેપારીનું રૂ.8 કરોડમાં ઉઠમણું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન